પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના દરિયામહેલને દિવાળીના પર્વ નિમિત્તે દીપ મહોત્સવના માધ્યમથી લાખો દીવડા પ્રગટાવીને સજાવવામાં આવશે.પોરબંદર કન્ઝર્વેટરી ગ્રુપ તથા લાયન્સકલબ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, 20 ઓકટોબરના દરિયામહેલ ખાતે દીપ મહોત્સવનું આયોજન રાત્રે 8:30 કલાકે થયુ છે. નિરમા ફેકટરી સામે આવેલા દરિયા મહેલને દીપાવલીના શુભ અવસર ઉપર લાખો દીવડાઓ પ્રગટાવીને આ ભવ્ય ઈમારતને ઝગમગતી કરીને રાજવી પરંપરાને નિભાવીને દીવાળીનો તહેવાર સર્વે સાથે મળીને ઉજવશે ત્યારે પોરબંદરવાસીઓને પણ આ દીપ મહોત્સવ કાર્યક્રમમાં જોડાવવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya