એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરી
- આગામી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે, પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે રાજપીપલા, 18 ઓકટોબર (હિ.સ.) એકતા નગર ખાતે આગામી 31 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન ન
એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરી


એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરી


એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રસંશા કરી


- આગામી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે, પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે

રાજપીપલા, 18 ઓકટોબર (હિ.સ.) એકતા નગર ખાતે આગામી 31 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ 20 ઑક્ટોબરે ઉજવણી થનાર છે.એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણીનો એકતાનગર ખાતે ગતરોજ તા.17મી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં કુલ 7.6 કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે.

એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વ 17 ઑક્ટોબર થી 15 નવેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમીત અરોરા, અધિક કલેક્ટર નારાયણ માધુ, CISFના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓની હાજરીમાં આ એકતાપ્રકાશ પર્વને ખૂલ્લું મૂકાયું હતું.

વડોદરા પરિવાર સાથે એકતાનગરના પ્રવાસે આવેલા રાકેશભાઈએ જણાવ્યું કે, અહીં આવ્યા ત્યારે રસ્તામાં એકતા પ્રકાશ પર્વના અનેક જગ્યાએ હોર્ડિંગ્સ જોયા ત્યારે આશ્ચર્ય થયું હતું. પરંતુ રાત્રે જ્યારે આ એકતા પ્રકાશ પર્વમાં આવવાનું થયું તો ખૂબજ આનંદ થયો. આ લાઈટિંગથી જાણે અહીં જ સૌ સાથે દિવાળી મનાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ ખૂબ સરસર આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેથી પ્રવાસીઓ અહીં આવે તો અવશ્ય આ પ્રકાસ પર્વની મુલાકાત કરે તેવી અપીલ કરી હતી.

મુંબઈ ખાતેથી એકતાનગરના પ્રવાસે આવેલા રિમા શાહે જણાવ્યું કે, અમે પરિવાસ રાથે બે-ત્રણ દિવસ માટે એકતાનગરના પ્રવાસે આવ્યા છીએ. અમે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે. તમામ જગ્યાઓ ખૂબજ સરસ છે. એકતા પ્રકાશ પર્વનું આ લાઈટિંગ ખૂબ જ સરસ છે. વિશાળ જગ્યામાં પ્રવાસન પ્રોજેક્ટ ફેલાયેલા છે અને વાતાવરણ પણ ખૂબજ સંદુર છે. અમારા પરિવારને અહીં ખૂબ મઝા આવી છે. અન્ય પ્રવાસીઓને પણ અહીં પધારવા અપીલ કરીએ છીએ.

અત્રે નોંધનીય છે કે, એકતા પ્રકાશ પર્વ માટે સમગ્ર એકતા નગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારમાં લાઈટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઈન કરવામાં આવેલી ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવે છે. જેને ડેમ વ્યૂ-પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાય છે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બનવા સાથે લોકો રાત્રિ રોકાણ કરી દિવસ અને રાતનો નજારો અદભૂત રીતે માણી શકે છે.

ભાગ-2 માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવાયા છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વૉક-વેને 7 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે. આ પ્રકાશ પર્વને નિહાળા પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળી રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande