સોમનાથ ઘૂસિયા ખાતે ‘પોષણ માસ’ અને ગ્લોબલ હેન્ડ વૉશિંગ ડેની ઉજવણી થઈ શારીરિક સ્વચ્છતા વિશે સમજ આપી અને વૃક્ષારોપણ પણ કરાયું
ગીર સોમનાથ 18 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા તાલુકાની કોળી સમાજ, ઘુંસિયા ખાતે પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 દ્વારા આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ.વિભાગના સંકલન સાથે પોષણ માહ અને ગ્લોબલ હેન્ડ વૉશિંગ
ઘૂસિયા ખાતે ‘પોષણ માસ’


ગીર સોમનાથ 18 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા તાલુકાની કોળી સમાજ, ઘુંસિયા ખાતે પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-5 દ્વારા આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ.વિભાગના સંકલન સાથે પોષણ માહ અને ગ્લોબલ હેન્ડ વૉશિંગ ડે અંતર્ગત જિલ્લા કક્ષાના જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછારે ઘરનું આંગણું સ્વચ્છ રાખવા તેમજ બાળકોમાં સ્વચ્છતા રાખવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગ્લોબલ વોર્મિંગની આપણા શરીર પર પણ અસરો થાય છે, માટે તેને અટકાવવા અને આવનારી પેઢી માટે હરિયાળુ ભવિષ્ય બનાવવાની પ્રતિજ્ઞા લેવાની ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.

ડો. અરૂણ રોય (આર.સી.એચ.ઓ., ગીર સોમનાથ) દ્વારા કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર અને વજન બાબતે ધ્યાન રાખવુ અને જરૂર જણાય તો સી.એમ.ટી.સી. મા રેફર કરવા, આજની તરૂણી એ ભવિષ્યની માતા છે તો તેમની અત્યારથી જ કાળજી રાખવામાં આવે તો ભવિષ્યમાં માતા બનશે ત્યારે કોઇ તકલીફ નહી પડે એમ જણાવી પી.એમ.એસ.એમ.એ. અને ગૌરી દિવસ બાબતે તથા રસીકરણ બાબતે વિસ્તાર પુર્વક સમજણ આપી હતી.

ન્યુટ્રીશન આસીસ્ટન્ટ નિકિતાબેન ધમલ દ્વારા તંદુરસ્ત જીવન માટે સુગર અને તેલનું પ્રમાણ ઘટાડો બાબતે સમજાવવામાં આવ્યું હતું.

ઉપસ્થિત સર્વેને સેલ્ફ કેયર પ્રોજેક્ટ દ્વારા ક્યા શાકભાજી અને ફળમાં કેટલુ પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, ઉર્જા વગેરે મળે છે તે સમજ આપવામાં આવી હતી અને પોષણ રંગોલી પણ બનાવવામાં આવી તથા સેલ્ફ કેર પ્રોજેક્ટની કમ્યુનિટી હેલ્થ વર્કર આસ્તાના મુળીમા દ્વારા હાથ ધોવાની સાચી રીતનો ડેમો તથા ક્યારે ક્યારે હાથ ધોવા જોઇએ તે સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મીલેટ તથા ટેક હોમ રાશન (ટી.એચ.આર.)ની વિવિધ વાનગીઓની વાનગી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં 60 બહેનોએ ગ્રામીણ કક્ષાએ ઉપલબ્ધ બાજરી, જુવાર, મક્કાઈ અને સરકાર દ્વારા ઉપલબ્ધ બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિના મિશ્રણ થકી વિવિધ વાનગીઓ બનાવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્રિતીય, અને તૃતીય વિજેતા જાહેર કરી મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતાં.

પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) દ્વારા અમલીત સેલ્ફ કેયર ફોર ન્યુ મોમ્સ એન્ડ કિડ્સ અંડર 5ના બ્લોક ઓફીસર દેવ ચારીયા દ્વારા પ્લાન ઇન્ડિયા દ્વારા તાલાલા તાલુકાના ના 20 ગામોમાં અમલિત સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande