ગીર સોમનાથ 18 ઓક્ટોબર (હિ.સ.)
વેરાવળ એસ.ટી.ડેપો ખાતે અવારનવાર સ્વચ્છતા તેમજ અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો થતાં હોય છે ત્યારે આ જ કડીમાં એસ.ટી.ડેપો ખાતે ‘વ્યસન મુક્તિ’ અને પેસિવ સ્મોકિંગ અંગે બસના ડ્રાઇવર, કંડક્ટર સહિતનાઓને જાગૃત કરાયાં હતાં.
વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખાના સહયોગથી વ્યસન મૂક્તિ અને પેસીવ સ્મોકિંગ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં એસ.ટી.ડેપોના તમામ ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીને તંબાકુ કેટલી નુકસાનકારક છે અને તેનું વ્યસન પ્રમાણ વધુ હોવાથી નાગરિકો વ્યસનમુક્ત બને તેમજ તમાકુ નિયંત્રણ ધારાની કલમ-૪ મુજબ જાહેર જગ્યામાં કોઈ બીડી-સિગારેટનું સેવન ન કરે અને પેસીવ સ્મોકિંગથી બચવા અને તેની અમલવારી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વધુમાં તેમજ જાહેર જગ્યાઓએ ધૂમ્રપાન કરવું ગુન્હો છે એવું સમજાવી અને બસમાં પણ લોકો સ્મોકિંગ ન કરે તે અંગે જાગૃતતા લાવવા ડ્રાઇવર, કન્ડક્ટરોને અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ