કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 18 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ
ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ


ગીર સોમનાથ 18 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ધારાસભ્ય ભગવાન બારડ, કે.સી.રાઠોડ સહિત જનપ્રતિનિધિઓના તાલાલા નગરપાલિકાની ગ્રાન્ટ પેટે થયેલા કામોની વિગત, વડોદરા ઝાલાથી વિરોદર સુધીની પાઈપલાઈનના કામ બાબતે, ટ્રસ્ટની નોંધણી સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરાયાં હતાં.

આ તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી અને સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિઓને નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે અધિકારીશ્રીઓને ખાસ તાકીદ કરી હતી.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરએ અધિકારીઓને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.

તેમણે વધુમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મંજૂર થયેલ સબસ્ટેશનના ‘ના વાંધા પ્રમાણપત્ર’, સી.સી.ના ધોરણે ફાળવેલી બસોના બીલની બાકી રકમની ચૂકવણી, સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઈ-સરકારની કામગીરીની અમલવારી કરવા, સરકારી કચેરીઓની મિલકતની રેવન્યૂ રેકોર્ડ પર નોંધણી કરી પ્રમાણપત્ર, સીએમ ડેશબોર્ડ મોનિટરિંગ, આંગણવાડીની ટાઈપ ડિઝાઈન વિશે ચર્ચા કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, નાગરિક અધિકાર પત્રની અરજી, નિવૃત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાંની વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતાં.

અંતે કલેક્ટરએ સંકલન સમિતિના તમામ અધિકારીઓ અને વહીવટી તંત્રના તમામ કર્મચારીઓને નૂતનવર્ષે વધુ સક્ષમતાથી કાર્ય કરીએ તેમ જણાવી દિવાળી અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન, સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande