પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની આગામી નવેમ્બર માસમા ચુંટણી યોજાનાર હતી તેમની પર હાઈકોર્ટ દ્રારા હાલ રોક લગામા આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે પોરબંદર રૂરલ ક્રિકેટ એસો દ્રારા હાઇકોર્ટમા વિવિધ મુદાઓને લઈ પીટીશન દાખલ કરવામા આવી હતી.
ગત તારીખ 15 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્ય હાઈકોર્ટ ના જજ નીરલ મહેતા ની કોર્ટમાં રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવી હતી જેના મુખ્ય મુદ્દાઓમા સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસિએશન ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે અને મેમ્બરશીપ મળે.,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માં દરેક જિલ્લા ક્રિકેટ એસોસિએશન ને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્રની અંદર જિલ્લા સ્તરે જે ક્રિકેટ નો વિકાસ કરવાનો હોય છે તેના માટે દર વર્ષે 100 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ફાળવવામાં આવે છે આ તમામ ફંડ ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ફિક્સ ડિપોઝિટ કરીને બેન્ક ની અંદર રાખવામાં આવે છે જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિયમની વિરુદ્ધ છે તો આ આવતું ફંડ દરેક સૌરાષ્ટ્રના જિલ્લાને ક્રિકેટની રમતને આગળ વધારવા માટે ફાળવવી જોઈએ.આ મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ ના જજ નીરલ મહેતાની કોર્ટમાં બંને પક્ષકારો દ્વારા સાંભળવામાં આવેલા અને તારીખ 15 ઓક્ટોબરના રોજ જજ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના આગામી નવેમ્બર મહિનામાં આવનારી ચૂંટણી ઉપર આગામી તારીખ 20 નવેમ્બર સુધી હંગામી “સ્ટે ઓર્ડર' આપવામાં આવ્યો છે રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવેલી પીટીસન હવે પછી 20 નવેમ્બરના આગળ ચાલશે તેમ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya