જામનગરના સત્તાધીશો દ્વારા શહેરીજનોને દિવાળીની ભેટ, સામાન્ય સભામાં 3 ટીપી સ્કીમ મંજૂર
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ત્રણ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કરવાની દરખાસ્તને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. જે સાથે શહેરના વિકાસના દ્વાર ખુલશે સાથો સાથ આવકમાં પણ વધારો થશે.જયારે નિયમને આધિન અધિકારીઓ-કર્મચારીઓને જ
મહાનગરપાલિકા સામાન્ય સભા


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ત્રણ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કરવાની દરખાસ્તને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. જે સાથે શહેરના વિકાસના દ્વાર ખુલશે સાથો સાથ આવકમાં પણ વધારો થશે.જયારે નિયમને આધિન અધિકારીઓ-કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની દરખાસ્તને પણ મંજુરી અપાઇ હતી. જયારે પ્રશ્નોતરી દરમિયાન લગ્ન નોંધણીમાં કથિત ગોબાચારીનો પણ વિપક્ષી સભ્યએ આક્ષેપ કર્યો હતો.જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મનપા હસ્તકના ગાર્ડન રીર્ઝવ પ્લોટમાં ટ્રી પ્લાન્ટેશન કરવાની દરખાસ્તને સર્વસમંતિથી મંજુરી આપવામાં આવી હતી. જયારે સ્ટે. કમિટિના ઠરાવની ભલામણ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની દરખાસ્તને મંજુરી અપાઇ હતી.જયારે સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તને પણ બહાલી અપાઇ હતી. ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ડેઝીગ્નેટેડ ઓફિસરની જગ્યા ઊભી કરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી.આ બેઠકમાંમુસદારૂપ નગર રચના યોજના નં. 35, 36, 38 (ટીપી સ્કીમ)નો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કલમ-41(1) હેઠળ ઇરાદો જાહેર કરવાની દરખાસ્તોને પણ મંજુરી અપાઇ હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande