ખોડિયાર ડેમ ઈરીગેશન સ્કીમને નવી જળમૂલ્ય—કૌશિક વેકરીયાની સફળ રજૂઆત બાદ 13.27 કરોડની મંજૂરી
અમરેલી,,18 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીના કુંકાવાવ વિસ્તારના લોકો માટે મોટી ખુશખબરી છે. રાજ્યના ધારાસભ્ય અને મંત્રી કૌશિક વેકરીયા દ્વારા સતત ગ્રામિણ અને ખેડૂતો માટે યોજાયેલા પ્રયાસો સરકાર કક્ષાએ પરિણામ આપે છે. કૌશિકભાઇના સતત પ્રયત્નો અને સિંચાઈ મંત્રી ક
ખોડિયાર ડેમ ઈરીગેશન સ્કીમને નવી જળમૂલ્ય—કૌશિક વેકરીયાની સફળ રજૂઆત બાદ 13.27 કરોડની મંજૂરી


અમરેલી,,18 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીના કુંકાવાવ વિસ્તારના લોકો માટે મોટી ખુશખબરી છે. રાજ્યના ધારાસભ્ય અને મંત્રી કૌશિક વેકરીયા દ્વારા સતત ગ્રામિણ અને ખેડૂતો માટે યોજાયેલા પ્રયાસો સરકાર કક્ષાએ પરિણામ આપે છે. કૌશિકભાઇના સતત પ્રયત્નો અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને કરવામાં આવેલી અસરકારક રજૂઆતોને લીધે આજે ખોડિયાર ડેમ ઈરીગેશન સ્કીમ માટે 13.27 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળી છે.

આ મંજૂરી હેઠળ ડેમ સ્કીમના લાઇનિંગ, સ્ટ્રક્ચરીંગ, મેઇન કેનાલનું નવીનીકરણ અને રિનોવેશન કામ કરવામાં આવશે. ખેડૂતોએ લાંબા સમયથી વંચિત રહેતી સુવિધાઓ માટે આ પગલાને આવકાર્યો છે. આ પ્રોજેક્ટથી પલાયન અટકાવવાના પગલાં અને ખેતી માટે પાણીની પુરવઠા સુવિધા વધુ મજબૂત બનશે.

ખેડૂતો અને ગ્રામજનો માટે કૌશિક વેકરીયાની આ કામગીરી વિસ્તારોમાં વિકાસના નવા માર્ગ ખોલશે અને કૃષિ ઉત્પાદન અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. સ્થાનિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી આ યોજનાએ ખોડિયાર ડેમ વિસ્તારના ગામોને લાંબા ગાળાનો લાભ આપવાનો નિશ્ચય કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande