પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.): અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ મને મળેલ સત્તાની રૂએ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔધોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત/અસંગઠીત શ્રમિકો/કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સબંધિત પોલીસ સ્ટેશને માહિતી સાથે યાદી રજુ કરવા તથા વેરીફાઇ/ચોકસાઇ કરાવવા હુકમ કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
આ જાહેરનામું તા.19/10/2025થી દિન-60 સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનું ઉલ્લઘંન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2203 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya