દિવાળીના પર્વ નિમિત્તે જામનગર કલેકટર કચેરી ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ સુશોભન કરાયું
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના પર્વ નિમિતે જામનગરમાં વિવિધ જગ્યાઓ પર રોશનીના તેમજ અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી ઓફિસોમાં પણ રંગોળી તેમજ ફૂલોનો શણગાર અને સુશોભન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે પણ મહિલા કર્મચારીશ્રીઓ
કલેક્ટર કચેરી ખાતે રંગોળી


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના પર્વ નિમિતે જામનગરમાં વિવિધ જગ્યાઓ પર રોશનીના તેમજ અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી ઓફિસોમાં પણ રંગોળી તેમજ ફૂલોનો શણગાર અને સુશોભન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે પણ મહિલા કર્મચારીશ્રીઓ દ્વારા સુંદર રંગોળી તેમજ કલેકટર ઓફીસમાં ફૂલો અને દિવડાઓથી સુશોભન કરવામાં આવ્યું છે.જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ બહેનોએ ફૂલોમાંથી બનાવેલી રંગોળી તેમજ સુશોભન નિહાળી તેમની કળાની પ્રસંશા કરી હતી. તથા કલેકટરએ જિલ્લા સમગ્ર ઓફિસ સ્ટાફ તેમજ સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અને સરકારના વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે સ્થાનિક લોકો પાસેથી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande