પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.): તાજેતરમાં જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા થયેલ જાહેરાત મુજબ સુરત થી રત્ન કલાકારોને સૌરાષ્ટમાં સૌરાષ્ટ્રમાં આવવા માટે 1600 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવશે તે મુજબ કુલ 12 બસો પોરબંદરથી રવાના થઇ હતી.
પોરબંદર જીલ્લામાં ખેત મજુરી અર્થે મોટી સંખ્યામાં આવતા દાહોદ ગોધરા વિસ્તારના ખેત મજુરોનો પણ દિવાળીના તહેવારો દરમ્યાન વતન તરફ જવા માટે ભારે ઘસારો થતો હોય છે આથી આ ઘસારાને પણ પહોંચી વળવા પોરબંદર ડેપો દ્વારા થયેલ આયોજનબધ્ધ રીતે સૌ પ્રથમ આ બસો ખેત મજુરોને લઈ ને તેમના વતન દાહોદ તરફ રવાના કરવામાં આવેલ છે અને ત્યાંથી સુરતના રત્ન કલાકારોને પણ વતનમાં આવવા કોઈ હાલાકી ન પડે તે હેતુસર આ બસો સુરતથી સૌરાષ્ટ્રના જીલ્લા/તાલુકા મથકે આવશે.
આ ઉપરાંત પોરબંદર એસ.ટી.ડેપો મેનેજર પી. બી. મકવાણાના જણાવાયા અનુસાર આગામી દિવાળી વેકેશન દરમ્યાન યાત્રાધામોમાં પણ પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય છે અને આ ધસારાને પણ પહોંચી વળવા પણ પોરબંદરથી સોમનાથ, દ્વારકા, રાજકોટ, જામનગર, તેમજ જુનાગઢ તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની એક્સ્ટ્રા બસોનું રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવશે આથી આ બસોનો બહોળી સંખ્યામાં લાભલેવા માટે પોરબંદર એસ.ટી. સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya