પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોરબંદર જિલ્લા હેડ ક્વાર્ટર ડીટીસી હોલ ખાતે ગત 17 ઓક્ટોબરના રોજ પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા પાસપોર્ટ તથા વિઝા પ્રક્રિયા અંગે જન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિક્ષક દ્વારા નાગરીકોને સંદેશો પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, પોરબંદર જિલ્લા પોલીસ વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે,પાસપોર્ટ અને વિઝા સંબંધિત કોઈપણ પ્રકારની પ્રક્રિયા માટે અજાણ્યા વ્યક્તિઓ કે ખાનગી એજન્ટી દ્વારા આપવામાં આવતી ખોટી માહિતી અથવા લાલચમાં આવી કોઈ દસ્તાવેજી પ્રક્રિયા ન કરવી. પાસપોર્ટ અથવા વીઝા માટે માત્ર સરકારી અધિકૃત વેબસાઇટ અથવા અધિકૃત કેન્દ્રો મારફતે જ અરજી કરી. અજાણ્યા લિંક્સ, ઈમેલ્સ અથવા સોશિયલ મીડિયા પર ઝડપી પાસપોર્ટ/વીઝા જેવા મેસેજ પર વિશ્વાસ ન કરવો. જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ/વીઝા બનાવવા માટે પૈસા અથવા દસ્તાવેજો માગે અને પોતે સરકારી અધિકારી હોવાનું કહે તો તુંરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી તેમજ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર જીલ્લા પોલીસ વતી નાગરીકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, પાસપોર્ટ વિઝા સબંધીત પ્રક્રિયા રજીટેડ એજન્ટ પાસેથી કરાવવી. પાસપોર્ટ વિઝા સબંધી પ્રક્રિયા દરમ્યાન એજન્ટ બારા કોઈ પણ ડોક્યુમેન્ટ સહિ કરવા આપે ત્યારે ડોક્યુમેન્ટનો અભ્યાસ કર્યા બાદ સહિ કરવી. પાસપોર્ટ વિઝા પ્રકીયા દરમ્યાન વર્ક વિઝા છે. ટુરીસ્ટ વિઝા છે ટુરીસ્ટ ટુ-વર્ક વિઝા છે, જે પ્રકીયા દરમ્યાન ડોક્યુમેન્ટમાં ખરાઈ કરવી. જાણીતા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ઓનલાઈન ફ્રોડ અંગે જાણ કરવા માટે પોરબંદર સાઈબર કાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. તેમજ આ કાર્યક્રમમાં વાયરલેસ પોલીસ ઈન્સપેકટર દ્વારા નાગરીકોને વિઝા ફ્રોડ અંગેની પાવર પોઈન્ટ મારફતે માર્ગદશન આપ્યું હતું. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર જીલ્લાના નાગરીકોને વિદેશમાં જવા ઈચ્છાતા નાગરીકોને વિઝા અંગેની પ્રક્રિયા વિશે વિગતવારની માહિતી આપી જન જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરી જરૂરી માહિતી આપી નાગરીકોને PPT પ્રેઝન્ટેશન દ્વારા અદ્યતન માહિતી આપી ફોડના ભોગ ન બને તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya