સુરતમાં 4 લાખની સોનાની લક્કી પરત કરીને યુવકે દાખવ્યો પ્રમાણિકતાનું ઉદાહરણ
સુરત, 18 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રાતે રસ્તા પરથી આશરે 4 લાખની કિંમતની સોનાની લક્કી મળી. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ તેને રાખી લેવાનું વિચારી શકે, પરંતુ દિવ્યાંગભાઈએ તેની સાચી માલિક શોધી કાઢી અન
lucky charm


સુરત, 18 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રાતે રસ્તા પરથી આશરે 4 લાખની કિંમતની સોનાની લક્કી મળી. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ તેને રાખી લેવાનું વિચારી શકે, પરંતુ દિવ્યાંગભાઈએ તેની સાચી માલિક શોધી કાઢી અને લક્કી પરત આપી.

લક્કીની માલિક અશ્વિન કિકાણીને તરત જ પરત મળતાં તેમણે દિવ્યાંગભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો. ડાયમંડ વર્કર યુનિયને તેમના આ સારા કાર્ય માટે ફૂલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યું.

દિવ્યાંગભાઈનું આ ઉદાહરણ સમાજમાં ઈમાનદારી અને નૈતિકતાનું પ્રેરણારૂપ બનાવ્યું છે, ખાસ કરીને તે સમયે જ્યારે દાગીનાં મુદ્દે અનેક હિંસક ઘટનાઓ સામે આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande