પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ
પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ ફૂડ કલ્ચર, તણાવ, અનિયમિતતા તથા અપૂરતી ઊંઘ જેવા પરિબળોના કારણે માનવ જીવન પર ગંભીર પ્રભાવ પડ્યો છે. મેદસ્વિતા અનેક બીમારીઓનું મૂળ કારણ બન
પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ.


પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ.


પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ.


પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ.


પોરબંદરમાં મેદસ્વિતાથી મુક્તિ મેળવનાર નાગરિકોનું સન્માન કરાયુ.


પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ ફૂડ કલ્ચર, તણાવ, અનિયમિતતા તથા અપૂરતી ઊંઘ જેવા પરિબળોના કારણે માનવ જીવન પર ગંભીર પ્રભાવ પડ્યો છે. મેદસ્વિતા અનેક બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે, જેના નિવારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમ તેમજ 15 ઓગસ્ટના લાલ કિલ્લાથી આપેલા સંબોધનમાં નાગરિકોને મેદસ્વિતા મુક્ત સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું.

આ આહવાનથી પ્રેરિત થઈ પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી માટે વિશિષ્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ અંતર્ગત ફિટનેસ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ મેદસ્વિતા માંથી મુક્તિ મેળવી આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રયાણ કર્યું છે.

વર્ષ 2024-25 દરમ્યાન શ્રેષ્ઠ ફેટ લોસ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભાગીદારો: ગિફ્ટી છેલાદુરાઈ (17 કિગ્રા), ભાવિની પાયદા (12 કિગ્રા), સંધ્યા જોશી (11 કિગ્રા), તૃપ્તિબેન દાસાણી (10 કિગ્રા), રીમાબેન કોઢીયાર (15 કિગ્રા), ખુશબૂ બામણિયા (17 કિગ્રા), રશ્મી મોતીવરસ (7 કિગ્રા), લુબ્ના મહમ્મદ ટ્રવાદી (4 કિગ્રા), રીટા નાંઢા (4 કિગ્રા), ભક્તિ લાખાણી (10 કિગ્રા), એક્તા મોકરિયા (12 કિગ્રા), કલ્પનાબેન પંજવાની (7 કિગ્રા) તેમજ શ્રેષ્ઠ માસ ગેઈન (શારીરિક વૃદ્ધિ) સિદ્ધિ કુન્દન વાજા (13 કિગ્રા), ખુશબૂ જોશી (11 કિગ્રા), એંજલ કોટીયા (14 કિગ્રા) એ પ્રાપ્ત કરી છે.

આ સિદ્ધિ મેળવનાર નાગરિકોને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, રોટરેક્ટ ક્લબના ચિરાગભાઈ કારિયા, ફ્રી ટિફિન સેવાના હિતેશભાઈ કારિયા, લાખણસિંહ ગોરાણીયા, ધર્મેશભાઈ પરમાર, જી.ટી.પી.એલ.ના સંજયભાઈ ગોસ્વામી, સી.એ. વિજયભાઈ ઉનડકટ, દિવ્યેશભાઈ સોઢા, લીઓ ક્લબના તથા જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું કે, સ્વસ્થ ભારત માટે આવા પ્રયત્નો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે.

આ કાર્યક્રમના સફળ સંચાલન માટે ફિટનેસ એક્સપર્ટ કેતન કોટિયા, મ સુરજ મસાણી, નિશા કોટિયા, ક્રિષ્ના મહેતા, શ્રેયસ કોટિયા, ચિરાગ પાંજરી, મહેશ મોતીવરસ અને અંજલિ ગાંધ્રોકિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande