દિવાળીના ફટાકડાની ધમાકેદાર સીઝન, વધેલા ભાવ છતાં ગ્રાહકોમાં ઉત્સાહ
મહેસાણા, 19 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા શહેરમાં દિવાળીની ધમાલ સાથે ફટાકડાની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ્સ સજાઈ ગયા છે, જ્યાં નાના થી મોટા સૌ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ફટાકડાના
દિવાળીના ફટાકડાની ધમાકેદાર સીઝન — વધેલા ભાવ છતાં ગ્રાહકોમાં ઉત્સાહ


દિવાળીના ફટાકડાની ધમાકેદાર સીઝન — વધેલા ભાવ છતાં ગ્રાહકોમાં ઉત્સાહ


મહેસાણા, 19 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા શહેરમાં દિવાળીની ધમાલ સાથે ફટાકડાની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ્સ સજાઈ ગયા છે, જ્યાં નાના થી મોટા સૌ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ફટાકડાના ભાવમાં આશરે 15 થી 20 ટકા વધારો નોંધાયો છે, છતાં ગ્રાહકોની સંખ્યા ઘટી નથી. વેપારી દુર્ગેશભાઈ અર્જુનભાઈ જણાવે છે કે, “નવી વેરાઈટીઓ જેમ કે ક્રેકલિંગ પીકોક, હેલિકોપ્ટર શોટ અને ડ્રોન ફટાકડા ગ્રાહકોને ખાસ આકર્ષી રહ્યા છે.”

આ વર્ષે બજારમાં આશરે 10 થી 15 નવી ટેક્નોલોજી આધારિત વેરાઈટીઓ ઉપલબ્ધ છે, જે રંગીન પ્રકાશ અને અવાજના અનોખા ઇફેક્ટ્સ સાથે દિવાળીના તહેવારને વધુ આનંદમય બનાવી રહી છે. નાના બાળકો માટે પોપ પોપ, ભમરડા અને નાની ચકરડી જેવી સુરક્ષિત આઈટમો પણ મોટી સંખ્યામાં વેચાઈ રહી છે. ફટાકડાના ભાવ ₹200 થી શરૂ થઈ ₹1000 સુધી પહોંચે છે. મોટાભાગનો માલ શિવકાશી, તમિલનાડુથી લાવવામાં આવે છે.

વધેલા ભાવ છતાં મહેસાણાની તોરણવાળી બજારમાં ફટાકડા લેવા ઉમટી પડતા ગ્રાહકો તહેવારનો આનંદ વધારી રહ્યા છે — દિવાળી મહેસાણામાં આ વર્ષે પણ “ધમાકેદાર” રીતે ઉજવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande