સર્વ વિદ્યાલય સંલગ્ન શાળા, કોલેજ અને હોસ્ટેલમાંથી યુવાનો દ્વારા દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક મુક્ત સમાજ માટેની ડ્રાઇવ યોજાઈ
ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દિવાળીના પાવન પર્વે દાનનો વિશેષ મહિમા છે. આજના યુવાનો ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યો સાથે જોડાય તે સમયની માંગ છે. છેલ્લા કેટલાંય વર્ષોથી દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ ડ્રાઇવનું આ
યુવાનો દ્વારા સેવાકાર્ય


યુવાનો દ્વારા સેવાકાર્ય


યુવાનો દ્વારા સેવાકાર્ય


ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દિવાળીના પાવન પર્વે દાનનો વિશેષ મહિમા છે. આજના યુવાનો ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યો સાથે જોડાય તે સમયની માંગ છે. છેલ્લા કેટલાંય વર્ષોથી દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ ડ્રાઇવનું આયોજન સર્વ વિદ્યાલય સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રેરણાથી દર વર્ષે આયોજન થાય છે જેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં દાનનો મહિમા વધે, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય, કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીનો ભાવ વિકસે જેથી ભવિષ્યમાં પણ તેઓ સમાજ, રાષ્ટ્ર અને માનવતા માટે ઉપયોગી બની શકે.

આ વર્ષે પણ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન તમામ શાળા–કોલેજો અને યુનિવર્સિટીના વિવિધ વિભાગો —

સર્વ નેતૃત્વ (SN), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્ટ (NCC), લક્ષ્ય સેલ, ડી.આઈ.આર., વુમન એન્ટેપ્રિનિયર સેલ, વુમન ડેવલપમેન્ટ સેલ, યુવા ગીતા, બાલ નેતૃત્વ અને S.V.I.F. ફાઉન્ડેશન —ના સ્વયંસેવકો દ્વારા આ ડોનેશન ડ્રાઇવ ઉત્સાહભેર યોજાઈ જેમાં ગાંધીનગર કેમ્પસની ૧૯ શાળા, ૨૩ કોલેજ, ૪ હોસ્ટેલ, તથા કડી સ્થિત ૧૨ શાળા, ૧૧ કોલેજ અને ૪ હોસ્ટેલ, તેમજ બંને કેમ્પસની સ્ટેશનરી અને કેન્ટીન સહિત કુલ ૭૭ સ્થળો પરથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું દાન આપવામાં આવ્યું જેમાં પહેરવાલાયક કપડાં, રમકડાં, પુસ્તકો, મીઠાઈ, ગાદલા, રજાઈ, સ્ટેશનરી, શુઝ વગેરેનો સમાવેશ થયો હતો. એકત્રિત સામગ્રીને સ્વયંસેવકો દ્વારા અલગ અલગ વસ્તુઓનું સોટીંગ અને વિતરણ કરીને ગાંધીનગર તથા કડી વિસ્તારમાં રહેતા જરૂરતમંદ લોકો, ગરીબ પરિવારો, શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સુધી પહોંચાડી ખુશી વહેંચવાનો સરાહનીય પ્રયાસ કરાયો. ઘણી શાળા અને કોલેજોએ બહારથી નવા કપડાં ખરીદીને પણ ડોનેટ કર્યા, જેનાથી કલેક્શન વધુ ઉત્કૃષ્ટ બન્યું.

આમ કડી અને ગાંધીનગરના બંને કેમ્પસનું થઈને 23617 વસ્તુઓનું એકત્રીકરણ કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે દિવાળી ડોનેશન ડ્રાઇવ – 2025 માત્ર દાનની ઘટના નહીં પરંતુ વિદ્યાર્થીઓની સંવેદના, સેવા ભાવના અને સમાજપ્રેમનું જીવંત ઉદાહરણ બની રહી હતી. આ પવિત્ર કાર્યને સફળ બનાવવા સર્વ નેતૃત્વ અને એન.એસ.એસના સ્વયંસેવકોએ ભારે જેહમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande