ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અંબુજાનગરમાં આવેલ SEDI માં તાલીમાર્થીઓને નાલ્સા જાગૃતિ સ્કીમ અંતર્ગત ટોલ ફ્રી નં 15100 એ રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સ્થાપિત ટોલ ફ્રી નં છે.તેમ સમજાવ્યું વધુ જણાવ્યું કે.જરૂરિયાતમંદ વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય પ્રદાન કરવા માટે છે. ન્યાય સૌના માટે ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગો માટે ન્યાય સરળતાથી ઉપલબ્ધ કરવાનો હેતુ સ્ત્રીઓ બાળકો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો ને મદદ તેમજ માહિતી મળી રહે.તેમ સમજાવ્યું.લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ,અંકિતા ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ.જે.મકવાણા તેમજ સિનિયર એજ્યુકેટીવ દિલીપભાઈ વાઢેર. નર્સિંગ ટ્રેનર વૈશાલીબેન પરમાર, મનાલીબેન સોલંકી તમામ સેડી સ્ટાફ પણ હાજર રહ્યા હતા તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ