તાલાળાની ગૌશાળામાં એકાદશીના 200 થી વધુ માતાને લાપસી ખવડાવવામાં આવી વેપારીના પુત્રના જન્મદિવસને લઈને
ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા ગૌ શાળામાં એકાદશીના શહેરના વેપારી અગ્રણી કેતનભાઈ માંડવીયાના પુત્ર નેવિલના જન્મદિવસને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ગૌ માતાની સેવાથી ઉજવવામાં આવ્યો હતો. તાલાલા ગૌશાળામાં 200થી વધુ ગૌમાતાઓ માટે ભૂશો, કપાસિયા,
તાલાળાની ગૌશાળામાં એકાદશીના 200 થી વધુ માતાને લાપસી ખવડાવવામાં આવી વેપારીના પુત્રના જન્મદિવસને લઈને


ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.)

તાલાલા ગૌ શાળામાં એકાદશીના શહેરના વેપારી અગ્રણી કેતનભાઈ માંડવીયાના પુત્ર નેવિલના જન્મદિવસને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ગૌ માતાની સેવાથી ઉજવવામાં આવ્યો હતો. તાલાલા ગૌશાળામાં 200થી વધુ ગૌમાતાઓ માટે ભૂશો, કપાસિયા, ગોળની 350 કિલોથી વધુ માલની લાપસી બનાવી પરિવાર અને ગૌભક્તોએ ગૌમાતાને ખવડાવી ગૌમાતાના મો મીઠા કરાવ્યા હતા. વેરાવળથી જય ભગવાન ગૌ સેવા ગ્રુપના 15થી વધુ ગૌભભકતોએ તાલાલા આવી સ્થાનિક વળાણી તૈયાર હતી વેરાવળ, તાલાલા સહિત આસપાસના વિસ્તારોની 25થી વધુ ગૌશાળાઓમાં જય ભગવાન ગૌસેવા ગ્રુપના હિતેષભાઈ માંડવીયાએ જણાવેલ કે ગૌમાતાની સેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે. તાલાલા ગૌશાળામાં દાતા તરફથી બોલવામાં આવે ત્યારે ગોભકતો વેરાવળથી સેવા આપવા આવે છે. તાલાલા લોહાણા મહાજનના ઉપપ્રમુખ દિપકભાઈ માંડવીયાએ જણાવેલ કે પશ્ચિમી સંસ્કૃતિથી બાળકોને બહાર લાવવા પરિવારમાં બાળકોના જન્મદિવસ કે શુભપ્રસંગોમાં ગૌસેવાના પુનિત કાર્ય લોકો કરવા વધુ પ્રેરાય તે જરૂરી છે. તાલાલા ગૌશાળામાં ગૌભકતો દ્વારા સફાઈ પણ કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande