ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્રારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી માર્ગદશન આપ્યું. જેમાં જિલ્લા ઈન્ચાર્જ ડી.કે.બાપુ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણ ‘આત્મનિર્ભર ભારત’ને સાકાર કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કાર્યશાળામાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ