ગીર સોમનાથ, 19 ઓક્ટોબર (હિ.સ.): નાના કોળી વાળા ખાતે વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં સમાજના ૧૨૦ દિકરા દીકરીઓને ઉપસ્થિત આગેવાનો દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઘેડિયા કોળી સમાજ નાના કોળી વાળા દ્વારા તરફથી કરવામાં આવેલ જેમાં સમાજના મહાનુભાવો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો ને શિક્ષણ ખુબજ આગળ વધવા શિખ આપેલ હતી.
આ તકે આગેવાનોમા ધારાસભ્ય વિમલ ચુડાસમા, અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનાભાઇ વાસાભાઈ ગઢીયા, ભીડિયા કોળી સમાજના પટેલ જેન્તીભાઇ સોલંકી, ઉપ પટેલ લક્ષ્મીકાંત સોલંકી, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણ ભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, ઉપ પ્રમુખ ભીખાભાઇ ગઢીયા, પ્રભાસપાટણના પી આઈ ચૌહાણ, કુલદિપ મોરી, રાજુભાઇ ગઢીયા, સુરેશભાઈ ગઢીયા, રામભાઈ સોલંકી, ઉકાભાઇ ગઢીયા, પુંજાભાઈ ગઢીયા, કમલેશભાઈ વાસણ, વાલજીભાઈ બામણીયા, નિલેશ ભાઈ વાળા, ભારતીબેન પરમાર, કિશનભાઇ જેઠવા, સામતભાઈ ભરડા, માવજીભાઈ સાકરીયા, રમેશભાઈ બામણીયા, દિવ્યેશભાઈ બામણીયા સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને બાળકોને સન્માનિત કરી શૈક્ષણિક માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા નાનાં કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, ઉપ પ્રમુખ કેતનભાઈ પરમાર, સેક્રેટરી જગદીશભાઈ વાજા, આગેવાનો મા વજુભાઈ ગઢીયા, જીતુભાઇ કામળીયા, મહિલા મોરચાના હિરૂબેન ગરેજા અને કોટવાલ ભરતભાઈ ગઢીયા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ