મેયર મીરાબેન પટેલની ગ્રાન્ટમાંથી સંગીત સર્કલ ખાતે સરસ્વતી માતાની મૂર્તિનું લોકાર્પણ
શૈક્ષણિક નગરી ગાંધીનગરના સૌંદર્યમાં વધારો: રાજસ્થાનથી નિર્મિત મા સરસ્વતીની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગરને ગ્રીન સિટીની સાથે એક સુસંસ્કૃત અને કલાત્મક નગરી બનાવવાની નેમ સાથે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક નવલું નજરા
સંગીત સર્કલ


શૈક્ષણિક નગરી ગાંધીનગરના સૌંદર્યમાં વધારો: રાજસ્થાનથી નિર્મિત મા સરસ્વતીની પ્રતિમાનું અનાવરણ

ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગરને ગ્રીન સિટીની સાથે એક સુસંસ્કૃત અને કલાત્મક નગરી બનાવવાની નેમ સાથે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક નવલું નજરાણું શહેરને અર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ ગાંધીનગરના માનનીય મેયરશ્રી મીરાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ગ-1 સ્થિત સંગીત સર્કલ ખાતે રૂપિયા ૬,૨૧,૦૦૦ (છ લાખ એકવીસ હજાર) ના ખર્ચે રાજસ્થાનથી ખાસ તૈયાર કરાવવામાં આવેલી વિદ્યા અને કળાના દેવી મા સરસ્વતીની ભવ્ય અને કલાત્મક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર મીરાબેન પટેલએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરના સર્વાંગી વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ. શહેરના વિવિધ વિકાસના કાર્યો અંતર્ગત, સંગીત સર્કલ ખાતે મા સરસ્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ કાર્યથી સર્કલની શોભામાં અભિવૃદ્ધિ થશે અને તે વિસ્તારનું આગવું સાંસ્કૃતિક મહત્વ સ્થાપિત થશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણો સૌનો પ્રયાસ છે કે ગાંધીનગર માત્ર 'લિવેબલ' (રહેવા યોગ્ય) જ નહીં, પરંતુ 'લવેબલ' (પ્રેમ કરવા યોગ્ય) શહેર પણ બને. આ પ્રકારના સૌંદર્યલક્ષી અને સાંસ્કૃતિક પ્રકલ્પો શહેરને નવી ઓળખ આપે છે અને નાગરિકોમાં શહેર પ્રત્યે ગૌરવની ભાવના વધુ દ્રઢ બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande