ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનો પહેલો મુકાબલો આજે, રોહિત-કોહલીની જોડી મેદાનમાં
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો આજે ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મુકાબલામાં શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનુ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો પહેલો મુકાબલો


નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો આજે ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે.

આ મુકાબલામાં શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. આ મુકાબલો ખાસ રહેશે કારણ કે લાંબા સમય પછી પહેલીવાર દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી મેદાનમાં ઉતરશે. બંને ખેલાડીઓ આ વર્ષે માર્ચમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા, અને તેમના શાનદાર પ્રદર્શનને કારણે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande