જામનગરના આંગણે ભાઇબીજથી જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત 2082 ના 9 વર્ષમાં ફલિયા પરિવાર દ્વારા ભાગવત કથાકાર જીગ્નેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં આગામી તારીખ 23-10-25 ના ગુરુવાર તારીખ
ભાગવત સપ્તાહ


જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત 2082 ના 9 વર્ષમાં ફલિયા પરિવાર દ્વારા ભાગવત કથાકાર જીગ્નેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આગામી તારીખ 23-10-25 ના ગુરુવાર તારીખ 29-10-25 ના બુધવાર સુધી દરરોજ બપોરે ત્રણ કલાકથી સાંજના 07:00 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના જેન્તીભાઈ નાથાભાઇ ફલીયા પરિવાર દ્વારા શરૂ સેક્શન રોડ પર આવેલ પાછળના ભાગે પટેલ વાડી શિવધામ ખાતે તેમના પિતૃઓના મોક્ષાર્થે પ્રખ્યાત કથાકાર પૂજ્ય જીગ્નેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને વિવિધ ધાર્મિક ઉત્સવો સાથેનું આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જામનગરના સર્વે ધર્મપ્રેમીઓને કથાનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે .

દરરોજ કથા ઉપરાંત ભોજન પ્રસાદ માટે પણ સાંજે વ્યવસ્થા રાખેલ છે. જામનગરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના આયોજન માટે અલ્યા પરિવારના જયંતીભાઈ નાથાભાઈ ફલીયા, જયભાઈ જયંતીભાઈ ફલીયા અને હિતેશભાઈ જયંતીભાઈ ફલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજી તથા અંગે માહિતી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande