ઉધના રેલવે સ્ટેશન પર 3 કિમી લાંબી યાત્રીઓની લાઈન, PM મોદીને મદદ માટે અપીલ
સુરત, 19 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી, છઠ અને બિહાર વિધાનસભા ચૂંટણીને પગલે ઉત્તર ભારત જવાના યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી હજારો યાત્રીઓ ટ્રેનોની રાહ જોઈને સ્ટેશન પર ઊભા છે, પરંતુ ટ્રેનો હાઉસફૂ
ઉધના રેલવે સ્ટેશન પર 3 કિમી લાંબી યાત્રીઓની લાઈન


સુરત, 19 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી, છઠ અને બિહાર વિધાનસભા ચૂંટણીને પગલે ઉત્તર ભારત જવાના યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી હજારો યાત્રીઓ ટ્રેનોની રાહ જોઈને સ્ટેશન પર ઊભા છે, પરંતુ ટ્રેનો હાઉસફૂલ હોવાને કારણે લોકોમાં નિરાશા અને હેરાનગી જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા સુવિધા વધારવાના દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે.

રવિવારે સૌથી વધુ ભીડ થવાની જાણ હોવા છતાં ગત રાત્રે 8 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી માત્ર બે ટ્રેન જ ઉધના રેલ્વે સ્ટેશનમાંથી ચૂકી છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. લાંબી લાઈનમાં ભૂખ્યા અને તરસ્યા યાત્રીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમણે PM મોદીને મદદ માટે અપીલ કરી છે.

સુરત અને ઉધના તરફથી બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જતી ટ્રેનોમાં મુસાફરોની ભીડ સતત વધી રહી છે. ઘણા લોકો ટ્રેનમાં બેસવા માટે બે-ત્રણ વાર ટિકિટ કેન્સલ કરીને 12–15 કલાકથી લાઈનમાં ઊભા રહ્યા છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે આ પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ બની છે.

યાત્રીઓએ જણાવ્યું કે તેઓ ભૂખ્યા અને તરસ્યા લાઈનમાં લાંબા સમયથી ઊભા છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી નથી. વધુ ટ્રેન મુકવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ બેસવા માટે પણ 12 કલાક જેટલો સમય લાગવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande