પોરબંદર કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોરબંદર જિલ્લા તથા તાલુકાની વિવિધ શાળાઓ જેમ કે કુછડી પે.સેન્ટર શાળા, કંટોલ પ્
પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન પોરબંદર જિલ્લા તથા તાલુકાની વિવિધ શાળાઓ જેમ કે કુછડી પે.સેન્ટર શાળા, કંટોલ પ્રાથમિક શાળા, રાતડી પ્રાથમિક શાળા તથા કાંટેલા પ્રાથમિક શાળામાં માળખાકીય સુવિધાઓમાં સુધારાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ માધવપુર કન્યા પ્રાથમિક શાળાના મકાન માટે જમીન ફાળવવા બાબતે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કાવેરી હોટેલ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક અને જુની લાખાણી પ્રાથમિક શાળા (સાયન્સ કોલેજ નજીક) વચ્ચે આવેલી ખુલ્લી જમીન તેમજ એચ.એમ.પી. સ્પોર્ટ્સ ક્લબની જુની પડતર ઈમારતની કસ્ટડી જિલ્લા રમતગમત અધિકારીને આપવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કચેરીઓની જાહેરાતોના અખબારોના બાકી બિલોના ચુકવણા તાત્કાલિક પૂર્ણ કરવા કચેરીઓને સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરએ બેઠક દરમિયાન તમામ વિભાગોને પોતાની કચેરીની મિલકતની માલિકીની ખરાઈ કરવા તેમજ MSP સંબંધિત જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉપસ્થિત અધિકારીઓને દિવાળી અને નૂતન વર્ષના અવસરે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તમામ અધિકારીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી.

બેઠક દરમિયાન મંત્રી, સાંસદ તથા ધારાસભ્યઓ દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોના સમયમર્યાદામાં નિરાકરણ, વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓના નિકાલ, સરકારી લેણાની વસૂલાત, આરટીઆઈ અરજીઓના નિકાલ, રેકોર્ડની તપાસની તુમાર સેન્સસની વિગતો તથા કર્મચારીઓના પેન્શન કેસની સમીક્ષા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરએ વધુમાં નજીકના સમયમાં જિલ્લામાં થનાર પીએમ વિશ્વકર્મા યોજના, સરદાર પટેલની 150 મી જન્મ જયંતી અંગે પદયાત્રા સહિતની વિવિધ ઉજવણીઓ અંગે તૈયારી રાખવા અંગે જણાવ્યું હતું.

આ દરમ્યાન પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓએ હર્ષ વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જે.બી.વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે.સી.ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande