મહેસાણાના શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ કિલો મીઠાઈ અને ચવાણાનું વિતરણ
સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી મહેસાણા, 19 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા સ્થિત શારદા શક્તિ ફાઉન્ડેશન, જે હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યું છે, તેણે આ દિવાળી પર્વ નિમિત્તે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે. ફાઉન્ડેશન દ
મહેસાણાના શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ કિલો મીઠાઈ અને ચવાણાનું વિતરણ, સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી


મહેસાણાના શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ કિલો મીઠાઈ અને ચવાણાનું વિતરણ, સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી


મહેસાણાના શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ કિલો મીઠાઈ અને ચવાણાનું વિતરણ, સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી


સફાઈ કામદારો અને અંતરિયાળ વિસ્તારોમાં દિવાળીની ખુશી વહેંચી

મહેસાણા, 19 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા સ્થિત શારદા શક્તિ ફાઉન્ડેશન, જે હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યું છે, તેણે આ દિવાળી પર્વ નિમિત્તે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે. ફાઉન્ડેશન દ્વારા કુલ ૧૦૦૦ કિલો મીઠાઈ અને ૧૦૦૦ કિલો ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું, જેના થકી હજારો પરિવારોના ઘરોમાં દિવાળીની ખુશી પહોંચાડવામાં આવી.

આ સેવાકાર્યના પ્રથમ તબક્કામાં મહેસાણા નગરપાલિકાના તમામ સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સતત કાર્યરત રહે છે, તેમને દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ચવાણા આપીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં સફાઈ કામદારોના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી.

ફાઉન્ડેશને માત્ર શહેર પૂરતું જ પોતાનું કાર્ય સીમિત ન રાખતા, દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારો સુધી પણ મીઠાઈ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ વિસ્તારોમાં જ્યાં તહેવારની ખુશીઓ ઘણીવાર પહોંચી શકતી નથી, ત્યાં શારદા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જઈને મીઠાઈનું વિતરણ કર્યું હતું, જેનાથી આ પરિવારો પણ દિવાળીની ઉજવણી ઉમંગભેર કરી શકે.

શારદા શક્તિ ફાઉન્ડેશન મહેસાણામાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક સેવાના કાર્યોમાં સક્રિય રહ્યું છે. આ વખતની દિવાળી પર ૧૦૦૦ કિલો મીઠાઈ અને ૧૦૦૦ કિલો ચવાણાના વિતરણની આ ભવ્ય પહેલ થકી ફાઉન્ડેશને ફરી એકવાર સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande