પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે કુતિયાણા તાલુકાના સેગરસ-છત્રાવા રસ્તો પર તમામ પ્રકારના વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને નિયત વૈકલ્પિક રૂટ ઉપરથી તમામ પ્રકારના વાહનોએ અવર જવર કરવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
જે અનુસાર સેગરસથી નીકળી કાંસાબડ સીમ થઇ છત્રાવા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામુ ટ્રાફીક નિયમન કરવા આથી ફરમાવવામાં આવ્યુ છે. જેની અમલવારીનો સમયગાળો તા.15/10/2205 થી તા.30/04/2206સુધી (બંને દિવસ સહિત) રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya