પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ક્લાઈમેટ ચેન્જ વિભાગ ના નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાનું આજે પોરબંદરમાં ભવ્ય અભિવાદન - સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું.
કેબિનેટમંત્રી અર્જુન મોઢવાડીયા પોરબંદર પહોંચતા રિવરફ્રન્ટ ખાતેથી ભવ્ય બાઈક રેલી નીકળી હતી. જે એમ.જી. રોડ ઉપર આન - બાન અને શાન સાથે આગળ વધી હતી. આ રેલી માં ઠેર ઠેર અર્જુન મોઢવાડીયાનું પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સામાજિક - સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અને પુષ્પહાર અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રેલી પોરબંદર જિલ્લા પંચાયત ના પ્રમુખ પરબતભાઇ, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજશીભાઇ પરમાર , પોરબંદર જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા ,શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, APMC પોરબંદર ના ચેરમેન લખમણભાઇ ઓડેદરા સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા ,ભાજપ અગ્રણીઓ ધર્મેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ખોરાવા, સુરેશભાઈ સિકોતરા, સહીત જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને પોરબંદરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ રેલીનું સુદામાચોક ખાતે સમાપન થયું ત્યારે અર્જુન મોઢવાડીયા એ કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી સહીત રાષ્ટ્રીય અને રાજ્ય સંગઠન ના હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્યના અને પોરબંદરના વિકાસ ને વેગવંતો બનાવવા બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. ધનતેરસ તેમજ દિપાવલી પર્વની પણ સૌને શુભેચ્છાઓ આપી હતી. રેલી બાદ અર્જુન મોઢવાડીયા એ સુદામાજી મંદિર ખાતે અને બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા તેમજ કીર્તિમંદિરની પણ મુલાકાત લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya