દિવાળી દરમિયાન આગની ઘટનાઓને રોકવા પાટણ ફાયર વિભાગ તૈનાત
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)દિવાળી પર્વ દરમિયાન સંભવિત આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે આગોતરું આયોજન કર્યું છે. શહેરના બે મુખ્ય સ્થળો – આનંદ સરોવર અને નવજીવન ચોકડી – પર ફાયરની ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ વ્યવસ્થા 2
દિવાળી દરમિયાન આગની ઘટનાઓને રોકવા પાટણ ફાયર વિભાગ તૈનાત


પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)દિવાળી પર્વ દરમિયાન સંભવિત આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે આગોતરું આયોજન કર્યું છે. શહેરના બે મુખ્ય સ્થળો – આનંદ સરોવર અને નવજીવન ચોકડી – પર ફાયરની ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આ વ્યવસ્થા 26 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને દરેક ટીમ એલર્ટ મોડ પર તૈનાત કરવામાં આવી છે. ફાયર કોલ મળતાની સાથે જ ટૂંકા સમયમાં ઘટના સ્થળે પહોંચી જઈ વધુ નુકસાન અટકાવવાનો પ્રયાસ કરાશે.ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું કે, દિવાળી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય આગની ઘટનાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમની વાત મુજબ, ફાયર ટીમ ખડેપગે ફરજ બજાવીને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande