પાટણ પાલિકા વિવાદ: પ્રમુખ-ચીફ સામે અવાજ દબાવવાનો આક્ષેપ, સામાન્ય સભા રદ કરવાની માંગ
પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ચૂંટાયેલા સભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ ભાટીયાએ, આ મુદ્દે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર ઝોન
પાટણ પાલિકા વિવાદ: પ્રમુખ-ચીફ સામે અવાજ દબાવવાનો આક્ષેપ, સામાન્ય સભા રદ કરવાની માંગ


પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ચૂંટાયેલા સભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ ભાટીયાએ, આ મુદ્દે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર ઝોન સમક્ષ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, પ્રમુખ અને ચીફ ઓફિસરે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓને અવગણીને સભ્યોના અધિકારોનું હનન કર્યું છે અને આ માટે પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે.

ભાટીયાએ જણાવ્યું કે, આગામી સામાન્ય સભા 30 ઓક્ટોબર, 2025ના રોજ યોજાવાની છે. મ્યુનિસિપલ એક્ટની કલમ 51/3 મુજબ દરેક ચૂંટાયેલા સભ્યને 10 દિવસ અગાઉ પોતાના વિસ્તારોના મુદ્દાઓ પર ચર્ચા માટે યાદી આપવા અને એજન્ડામાં તેને સમાવેશ કરાવવાનો અધિકાર છે. જોકે, પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની સાથે- સાથે સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોની સમયમર્યાદામાં આપવામાં આવેલી યાદીઓનો પણ એજન્ડામાં સમાવેશ કર્યા વિના અવગણના કરી છે.

ભટીયાએ આગળ જણાવ્યું કે, અગાઉ પણ 'ઝીરો અવર્સ' બંધ કરવાનો પ્રમુખનો પરિપત્ર સત્તાધારી તથા વિપક્ષના સભ્યોના વિરોધ બાદ રદ કરવો પડ્યો હતો. હવે ફરીથી એજન્ડામાં સભ્યોની યાદીઓનો સમાવેશ ન કરાતા પ્રમુખની કાર્યપદ્ધતિ અંગે ફરીથી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. તેમણે 30 ઓગસ્ટે પોતાનો મુદ્દાઓની યાદી આપેલી હોવા છતાં તેનું મહત્વ ન લઈને એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

અંતે ભરત ભાટીયાએ આરોપ મૂક્યો છે કે, પ્રમુખનું વર્તન અને કામગીરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓ વિરુદ્ધ છે. મ્યુનિસિપલ એક્ટ 51/3 હેઠળ સભ્યોએ આપેલી યાદીઓનો એજન્ડામાં સમાવેશ ન કરવો તે કાયદા વિરુદ્ધ છે. તેથી તેમણે ઓક્ટોબર માસની સામાન્ય સભાને રદ કરવાનો અને પ્રમુખને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો માંગ સાથે અધિકૃત રીતે રજૂઆત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande