ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત, કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ શિબિર નં. ૧૦૯ ખૂબજ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થઈ જેમાં ૧૬ કોલેજોમાંથી કુલ ૬૬ વિધાર્થીઓ ઉત્સાહભેર શિબિરમાં જોડાયા હતા.
શિબિરના મુખ્ય માર્ગદર્શક તરીકે ટ્રેનર ભાવિકભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા, ચારિત્ર્યનિર્માણ, આત્મવિશ્વાસ અને વ્યાવસાયિક જીવનકૌશલ્ય સાથે યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય અને રાષ્ટ્રપ્રેમની ચિંતનશીલ ઝાંખી મળે તે માટેની તાલીમ અપાઈ હતી.
કોલેજ યુવાનોના સર્વાંગી વિકાસને ધ્યાન માં રાખી વિવિધ વિષયો જેમાં
ASK ફોર્મ્યુલા (Attitude – Skill – Knowledge), Learn – Unlearn – Relearn, SWOT વિશ્લેષણ અને JOHARI WINDOW થી આત્મપરીચય, ટીમ વર્ક, નેતૃત્વ, સમય વ્યવસ્થાપન, સ્ટેજ ફિયર દૂર કરવા જેવા મહત્વપૂર્ણ કૌશલ્યો વિવિધ પ્રવૃતિઓ જેમાં Brain Gym અને Raftaar ના માધ્યમથી કરાવવામાં આવી હતી. હિતેન્દ્રભાઈ મોજીદ્રા દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પર્યાવરણીય જાગૃતિ વિશે માર્ગદર્શન અપાયું અને યુવાનોને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવાં સક્રિય ભાગીદારી નોંધાવા આહવાન કર્યું હતું. સુરેશ પટેલ દ્વારા Being Unstoppable વિષય ઉપર વાત કરતા જણાવ્યું હતું કે યુવાનોને પોતાની આંતરિક શક્તિ ઓળખી, માનવ અને પ્રાણી વચ્ચેનો તફાવત સમજાવી સ્વ-વિકાસ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શિબિરના સમાપન સત્રમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રમુખ વલ્લભભાઈ એમ. પટેલ એ જણાવ્યું હતું કે, 105 વર્ષ પહેલાં છગનભા પવિત્ર વિચાર સાથે સર્વ વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરી હતી તેના વાઇબ્રેશન આજે પણ મહેસૂસ થાય છે. જીવનના સાચા પાઠ ક્લાસરૂમની બહારના અનુભવો અને શિક્ષણથી શીખી શકાય છે તેમણે ઉમેર્યું કે, Google કે ChatGPT જેવી ટેક્નોલોજી માહિતી આપી શકે, પણ જ્યારે જીવનમાં વાસ્તવિક કસોટી આવે ત્યારે આ 'સર્વ નેતૃત્વ' જેવા મૂલ્ય શિક્ષણ આપતા કાર્યક્રમો માર્ગદર્શક સાબિત થતા હોય છે તેવું ઉમેર્યું હતું અને સો યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સમાપન સત્રમાં રોટરી ક્લબ ગાંધીનગરનાં પ્રમુખશ્રી ડો. આલોક ગુપ્તા ઉપસ્થિસ રહી સમાજસેવા અને વ્યવસાયિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
છેલ્લા દિવસે તમામ યુવાનોને જીવન આસ્થા હેલ્પલાઇન (મેનેજ બાય ગુજરાત પોલીસ) અને નેત્રામ (વિશ્વાસ પ્રોજેક્ટ) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ડિસ્ટ્રીક, સેક્ટર - ૨૭, ગાંધીનગર ખાતે મુલાકાત કરાવાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ