જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠકમાં કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવી લેવા, વૃક્ષારોપણ, કર્મચારી સેટ-અપમાં સુધારા, ફુડ સેફ્ટી ઓફીસર અને અન્ય ઓફીસરની પોસ્ટ ઉભી કરવા તેમજ સંપુર્ણ વિકસી ગયેલા વિસ્તારને આવરી લેતી 3 ટીપી સ્કીમોની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં ગત સમાન્યસભાની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી.તેમજ જુદા જુદા 1 થી 9 પલોટોમાં ટ્રી પ્લાન્ટ ની દરખાસ્તમાં વિરોધપક્ષના સભ્ય જેનમબેન ખફીએ એવું સૂચન કર્યુંક કાયમી જગ્યાની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે.
જનરલ બોર્ડની બેઠકમાં કોર્પોરેશનની ટીપી-ડીપી શાખા દ્વારા મુસદ્દારૂપ ટીપી સ્કીમ નંબર-35, 36 અને 38નો ઈરાદો જાહેર કરવાની દરખાસ્ત લાવવામાં રજૂ કરવામાં આવી હતી.
આ દરખાસ્ત અંગે વિરોધપક્ષના નેતા ધવલ નંદાએ એવો આક્ષેપ કર્યો હતો કે ટીપીની અમલવારી બિલ્ડર્સઓ કમાઉ દેવા માટે થાય છે ટીપી ડીપીની અમલવારી સામે વાંધો ન હોય શહેરના વિકાસ થાય તેમાં વિરોધપક્ષ સાથે રહ્યો છે. પરંતુ ક્રમ પ્રમાણે ટીપી ડીપી ની અમલવારી થવી જોઈએ.
વિરોધપક્ષના સભ્યો અસલમ ખીલજીએ એવો પ્રશ્ન રજૂ કર્યો હતો કે ટીપી 10 માં પ્લોટ 724 માં લોકોની વસાહત છે. આ પ્લોટ 2011માં બિનખેતી થઈ ગઈ છે. હવે ટીપી મજૂર થતા ત્યાં જગ્યા મેળવી શકાય તેમ નથી આ ટીપી અંગે સ્થાનિક વાંધા રજૂ કરેલ હતા.
પૂર્વ વિરોધપક્ષના નેતા અલતાફ ખફીએ ત્યાં સુધી કહ્યું કે ટીપી ડીપી મજૂર થઈને સરકારમાંથી શા માટે આવવા સમય લાગે છે. લાલપુર બાયપાસથી ધોરીવાવ સુધીના સમાણા રોડના વિસ્તારને આવરી લે છે. પરંતુ આ પ્રક્રિયા ઉંધી ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. જેની વાત કરીએ તો સામાન્ય રીતે એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી જે તે ટીપી સ્કીમ ઘડી આપે તેવો સવાલ અસલમ ખીલજીએ કરેલ હતો.ત્યાર પછી મહાનગરપાલિકા તેનો ઈરાદો જાહેર કરે અને પછી સરકાર તેને મંજુરી આપે.
પરંતુ તેનાથી ઉલ્ટું આ વિસ્તારોમાં સોસાયટીઓ આડેઘડ વિકસી ગઈ છે. જેના વર્ષો પછી હવે ટીપી સ્કીમનો હજી તો ઈરાદો જાહેર થાય છે. હવે ટીપી નકશા મુજબની સ્થિતિ અને સ્થળ ઉપરની સ્થિતિમાં ફેરફાર આવે તો શું તંત્ર તોડપાડ કરીને સરકારનો આર્થિક બોજ ઉભો કરશે ? વિસ્તારો વિકસી જાય પછી ટીપી યોજના લાવવાનું કારણ શું ? બિલ્ડરોને કમાવી દેવાના હતા ? તે સવાલ વિરોધના સભ્યોએ ઉઠવાવેલ હતો.
સામાન્ય રીતે 25 વર્ષ પછી શહેરના જે તે વિસ્તારની સ્થિતિ કેવી હોવી જોઈએ. તે ધ્યાનમાં રાખીને જે યોજના બને તે ટી.પી. સ્કીમ કહેવાય. અહીં તો વિસ્તાર જ વિકસી ગયો છે. પછી હવે ટીપી સ્કીમ આવી રહી છે. જે વિચિત્ર બાબત છે. અલસમ ખીલજી કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt