જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2025-26 માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-2025નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવ
ખેલ મહાકુંભ 2025


જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2025-26 માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-2025નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.

સ્પે.ખેલમહાકુંભ-2025નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.30/10/2025 સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન. શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-2025ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે.

સ્પે.ખેલમહાકુંભ-2025માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે 8 થી 15 (જુનિયર, 16 થી 21 (સિનીયર), 22 થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિગ્રસ્ત 16 વર્ષ સુધી, 16 વર્ષ થી ઉપર 35 વર્ષ સુધી, 35 વર્ષ થી ઉપર, બ્લાઈન્ડ કેટેગરીમાં 18 વર્ષથી નીચે, 18 વર્ષથી ઉપરના, શ્રવણ મંદ કેટેગરીમાં 16 વર્ષ થી નીચે, 16 વર્ષ થી ઉપર, 45 વર્ષ થી ઉપર, સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.

સ્પે.ખેલમહાકુંભ-2025 માં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થો દ્વારા કરવામાં આવશે. જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન કચેરી-નવાનગર હાઈસ્કુલ, પેરા સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ જામનગર, આશાદીપ વિકલાંગ ટ્રસ્ટ, દિગ્વિજય પ્લોટ-32,અલ્તાફ મંજીલ, શ્રીરામ મુક બધીર શાળા-આણદાબાવા તથા ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર ખાતે કચેરી સમય દરમિયાન ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટીફીકેટનું વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પે.ખેલમહાકુંભ-2025માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેથી જામનગર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પે.ખેલમહાકુંભ-2025માં રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande