પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર તાલુકામાં પ્રાથમીક શાલાઓમાં મધ્યાહન ભોજન યાજનાના કેન્દ્ર વ્યવસ્થાપકની કારણોસર ખાલી પડેલ જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે રૂમ નં. 08, મામલતદાર કચેરી, પોરબંદર (ગ્રામ્ય) જીલ્લા સેવા સદન – 01, એરપોર્ટ સામે, મધ્યાહન ભોજન શાખામાં રજૂ કરવાના રહેશે.
નિયત નમુના અરજી ફોર્મ રૂમ નં. 08, મામલતદાર કચેરી, પોરબંદર (ગ્રામ્ય) જીલ્લા સેવા સદન – 01, એરપોર્ટ સામે, મધ્યાહન ભોજન શાખામાંથી ચાલુ દિવસે કચેરી સમય દરમ્યાન મેળવી લેવાનુ રહેશે.
પોરબંદર તાલુકાની આંબારામા પ્રા. શાળા (આંબારામા) કેન્દ્ર નં – 01, અડવાણા સીમ શાળા-૧ (અડવાણા) કેન્દ્ર નં – 04, ભાવપરા સીમ શાળા (ભાવપરા) કેન્દ્ર નં – 33, ભારવાડા સીમ શાળા (ભારવાડા) કેન્દ્ર નં – 35, છાંયા બિરલા પ્રા. શાળા (છાંયા, પોરબંદર) કેન્દ્ર નં – 47, ગોસા નરવાઈ સીમ શાળા (ગોસા) કેન્દ્ર નં – 66, કેશવ પ્રા. શાળા (મોઢવાડા) કેન્દ્ર નં – 73, ખાંભોદર પ્રા. શાળા (ખાંભોદર) કેન્દ્ર નં – 84, માધવપુર રોડ સીમ શાળા (માધવપુર) કેન્દ્ર નં – 104, ઓડદર સીમ શાળા-૧ (ઓડદર) કેન્દ્ર નં – 114, ઓડદર સીમ શાળા-૩ (ઓડદર) કેન્દ્ર નં – 116, પાલખડા સીમ શાળા (પાલખડા) કેન્દ્ર નં – 134, રાતડી સીમ શાળા (રાતડી) કેન્દ્ર નં – 143, રીણાવાડા પ્રા. શાળા (રીણાવાડા) કેન્દ્ર નં – 151 અને સીમર સીમ શાળા (સીમર) કેન્દ્ર નં – 159 ખાતે સંચાલકની જગ્યા ખાલી છે જે માટે લાયક ઉમેદવાર અરજી કરી શકશે.
મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો/રસોઈયા/મદદનીશની નિમણૂંક માટે નીચે મુજબનીલાયકાત (પાત્રતા) નકકી કરવામાં આવેલ છે. જે મુજબ નિમણૂક પામનાર વ્યક્તિ ધોરણ-10 પાસ (એસ.એસ.સી.) સુધી ભણેલી હોવી જોઈએ અને તેજ ગામની વ્યક્તિ હોવો જોઈએ, પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-7 પાસ ક૨નાર અન્ય વ્યક્તિ સંચાલકની જગ્યાએ નીમી શકાશે. વધુમાં રસોઇયા/મદદનીશની નિમણૂંકની સંદર્ભમાં કોઈ શૈક્ષણિક લાયકાત નક્કિ કરવામાં આવેલ નથી.
અરજદારની ઉંમર 20 થી 90 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. માસીક રૂ.4500/- (અંકે રૂપીયા ચાર હજાર પાંચસો પુરા) માનદવેતન આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઇ લાભ મળવાપાત્ર નથી. સદરહ નિમણુંક ખંડ સમયની ઉચ્ચક માનદવેતનવાળી તદન હંગામી જગ્યા છે.
સ્થાનિક રહેવાસી, વિધવા/ત્યકતા નિરાઘાર રંગીઓ, આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકો તેમજ નામ. સુપ્રિમ કોર્ટની રીટપીટીશન નં.196/10 ના તા: 20/02/2004ના ચુકાદા અન્વયે નિમણુંકમાં દલિત, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે. સંચાલક તરીકે નિયુકત ક૨વામાં આવતી દરેક વ્યક્તિએ આ સાથે નિયત નમુનામાં 20 અને 5000/-નું જામીનખત આપવાનું રહેશે. અને જામીનખત રજુ થાય તે પહેલા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે ચુકવવાની થતી પેશગીની રકમ જેતે વ્યક્તિને ચુકવી શકશે નહી.
પસંદ થનાર દરેક સંચાલકએ નિયત નમુનામાં લેખિત બાહેધરી આપવાની રહેશે, અરજી સાથે અરજદારએ મેડીકલ ફીટનેસ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે, અગાઉ કોઈ શાળામાં સંચાલક તરીકેની કામગીરી કરેલ હોય તો તેવા ઉમેદવારે અનુભવ પ્રમાણપત્ર જે તે શાળાથી મેળવી અરજી સાથે ફરજીયાત રજુ કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોઇપણ ગુનાહિત કાર્ય કરેલ હોય તેની સાથે સંકળાયેલ હોય, કોઇ અક્ષમ્ય હોય તેવી કસુર કરી હોય અને પોલીસ ફરીયાદ થઈ હોય, તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમયે ગેરરીતિ સબબ કસુરવાર ઠરેલ હોય તેવી વ્યકિતને નિમણુક આપી શકાશે નહી. અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર ક૨તી હોય તેવી વ્યકિત તથા સ૨તા અનાજની દુકાન ચલાવતી હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
કોઈપણ અન્ય જગ્યાએ માનદ વેતન મેળવતી કે નોકરી કરતી વ્યક્તિ અરજી કરી શકશે અને પસંદગી થયાની જાણ થવાથી ઉમેદવારે અગાઉની માનદવેતનની જગ્યા પ૨થી આજીનામું આપવાનું અંઠેશે. ત્યારવાદ તેઓની નિમણૂક થઈ શકશે. એક સાથે બે જગ્યાએ માનદ વેતન મેળવી શકશે નહી. રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાં ફરજીયાત રીતે નિવૃત થયેલી રૂખસદ પામેલી કે બરતરફ કરેલી વ્યકિતઓને નિમણુંક આપી શકાશે નહીં.
સંચાલક તરીકે નિમણુંક મેળવવા માટે પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિને નિમણુંક આપી શકાશે નહી. અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી. વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
નિયમોનુસાર નિમણૂંક મળ્યા બાદ કોઇ સમયે રાજીનામું આપવાના સંજોગમાં એક મહિના પહેલા જાણ રૂબરૂ લેખીતમાં ક૨વાની ૨હેશે. અન્યથા રૂ.3000 નોટીસ પે તરીકે વસુલ લઇને રાજીનામાની અરજી કરી શકશે. સરકાર દ્વારા આપવામાં આવેલ પેશગી, અનાજ કે અન્ય રેકર્ડને રાજીનામું આપતી સમયે પરત જમા ક૨વાનું રહેશે. તેમા ચુક થયે કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya