પાટણ, 19 ઓક્ટોબર (હિ.સ.)પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ છેલ્લા 17 વર્ષથી ધનતેરસના દિવસે પરંપરાગત ધનની પૂજા કરવાને બદલે દરિદ્ર નારાયણ અને ભિક્ષુકોની સેવા કરીને અનોખી રીતે ધનતેરસ ઉજવે છે. આ વર્ષે પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેમણે સેવાયજ્ઞ અટક્યા વિના ચાલુ રાખ્યો અને ખરા અર્થમાં માનવતા પરમ ધન હોવાનું સાબિત કર્યું.
પાટણના ખાડીયા વિસ્તારમાં આવેલા શામાપ્રસાદ પાર્ટી પ્લોટ ખાતે શહેરભરના ભિક્ષુકોને અને ભટકતા જીવન જીવતા લોકોને વાહન મારફતે લાવવામાં આવ્યા હતા. તેમને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવવામાં આવ્યા અને મીઠાઈ આપવામાં આવી.
આ અનોખા કાર્યક્રમમાં મનોજ પટેલ, ઝેડ.એન. સોઢા સહિત દેવીપૂજક સમાજના યુવાનો હાજર રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. શહેરવાસીઓ માટે આ એક ઉત્તમ માનવ સેવા અને પ્રેરણાદાયક કાર્યક્રમ બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ