
નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) 'વોર 2'ની નિષ્ફળતા બાદ, દિગ્દર્શક અયાન મુખર્જીએ તેમની આગામી મોટી
ફિલ્મ 'ધૂમ 4'નું દિગ્દર્શન
છોડી દીધું છે. અહેવાલો સૂચવે છે કે,” અયાન મુખર્જીએ નિર્માતા આદિત્ય ચોપડા સાથેની
ખાનગી મુલાકાતમાં આ પ્રોજેક્ટ અંગે પોતાની શંકા ઓ વ્યક્ત કરી હતી. તેમનું માનવું
છે કે, 'વોર 2' અને 'ધૂમ 4' જેવી હાઇ-ઓક્ટેન
એક્શન ફિલ્મો તેમની ફિલ્મ નિર્માણ શૈલીને અનુકૂળ નથી, અને તે ભવિષ્યમાં રોમાંસ અને ડ્રામા જેવી
ભાવનાત્મક વાર્તાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર,”અયાન મુખર્જી ફક્ત શ્રીધર રાઘવન દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ
પર કામ કરી રહ્યા હતા, પરંતુ વાર્તા અને
પટકથા પર તેમનો બહુ પ્રભાવ નહોતો.” અહેવાલમાં જણાવાયું છે કે, અયાન એવો ફિલ્મ નિર્માતા નથી જે ફક્ત લેખિત
સ્ક્રિપ્ટને સ્ક્રીન પર અનુકૂલિત કરે છે. તે એક ઉત્સાહી દિગ્દર્શક છે જે લેખિત
વાર્તાથી આગળ વધીને, તેને પોતાના વિઝનથી જીવંત કરવાનું પસંદ કરે છે. આ જ કારણ છે
કે, તેણે 'ધૂમ 4'માંથી રાજીનામું
આપવાનું નક્કી કર્યું.”
આદિત્ય ચોપડા અને રણબીર કપૂર સાથે ચર્ચા કર્યા પછી અયાનનો
નિર્ણય આવ્યો. બંનેએ અયાનના દ્રષ્ટિકોણને, સમજ્યો અને તેના નિર્ણયને ટેકો આપ્યો.
અયાન હવે તેના સ્વપ્ન પ્રોજેક્ટ, બ્રહ્માસ્ત્ર 2 ની તૈયારીઓમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. ફિલ્મની
સ્ક્રિપ્ટિંગ પૂર્ણ થઈ ગઈ છે, અને શૂટિંગ 2026 માં શરૂ થવાની ધારણા છે. દરમિયાન, આદિત્ય ચોપડા હવે, ધૂમ 4 માટે એક નવા દિગ્દર્શકની શોધમાં છે, જે આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝીને આગલા સ્તર પર લઈ
જઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ