દંગલ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમે લગ્ન કર્યા
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.) દંગલ ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર શરૂઆત કરનારી અભિનેત્રી ઝાયરા વસીમ હવે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 24 વર્ષની ઉંમરે તેણે લગ્ન કર્યા. તેણે ગઈકાલે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા શેર કરીને ચાહક
અભિનેત્રી ઝાયરા વસીમ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.) દંગલ ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર શરૂઆત કરનારી અભિનેત્રી ઝાયરા વસીમ હવે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 24 વર્ષની ઉંમરે તેણે લગ્ન કર્યા. તેણે ગઈકાલે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા.

દંગલ ફિલ્મમાં ગીતા ફોગાટના બાળપણની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી ઝાયરાએ બે સુંદર ફોટા પોસ્ટ કર્યા. પહેલા ફોટામાં તે નિકાહનામા પર સહી કરતી જોવા મળી રહી છે. તેના હાથ મેંદીથી શણગારેલા છે, જેના પર તેના પતિનું નામ લખેલું છે. ઝાયરાએ એક સુંદર વીંટી પણ પહેરી છે. બીજા ફોટામાં તે તેના પતિ સાથે ચંદ્ર તરફ જોતી જોવા મળી રહી છે.

ઝાયરાએ ફોટાને ફક્ત ત્રણ શબ્દો સાથે કેપ્શન આપ્યું, કુબુલ હૈ X3, જે સ્પષ્ટ કરે છે કે તેણે લગ્ન કરી લીધા છે. જોકે, તેણે તેના પતિનું નામ કે ચહેરો શેર કર્યો નથી. ફોટામાં બંનેના ચહેરા આંશિક રીતે ઢંકાયેલા છે. લગ્નના દિવસે ઝાયરાએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, જ્યારે તેના વરરાજાએ ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. આ કપલ એકદમ સુંદર દેખાતું હતું.

નોંધનીય છે કે, ઝાયરા વસીમે 2019 માં ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો. તેણીએ કહ્યું હતું કે, તે પોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. ત્યારથી, તે લાઈમલાઈટથી દૂર રહી છે. આ લગ્નના ફોટા હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને ચાહકો તેણીને તેના નવા જીવન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande