દિલજીત દોસાંઝ એ ચાર્મર સાથે, પોતાનો જાદુ ફરી જીવંત કર્યો....
નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ગાયક દિલજીત દોસાંઝનું, નવું ગીત ચાર્મર રિલીઝ થયું છે. તે દોસાંઝના નવીનતમ આલ્બમ ઔરાનો ભાગ છે. આ ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. સાન્યાના ડાન્સ મૂવ્સ
ગીત


નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ગાયક દિલજીત દોસાંઝનું,

નવું ગીત ચાર્મર રિલીઝ થયું છે. તે દોસાંઝના નવીનતમ આલ્બમ

ઔરાનો ભાગ છે. આ ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. સાન્યાના

ડાન્સ મૂવ્સ અને સ્ટાઇલિશ લુકે નેટીઝનનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે દિલજીતનો

સ્વેગ હંમેશની જેમ પ્રેક્ષકોમાં લોકપ્રિય છે.

આ મ્યુઝિક વીડિયોમાં સાન્યાનો બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલ

જોવાલાયક છે. પ્રેક્ષકો તેના ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી રહ્યા છે.

ચાર્મર રાજ રંજોધ દ્વારા લખાયેલ અને કંપોઝ કરાયેલ છે, અને દિલજીત

દોસાંઝ દ્વારા ગાયું છે. આ વીડિયો એવી સ્રા દ્વારા નિર્મિત છે. દિલજીત દોસાંઝ

હાલમાં તેમના નવા આલ્બમ ઔરા માટે સમાચારમાં છે. પહેલા, માનુષી છિલ્લરે

15 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલા હીરે કુફર કરે ગીતમાં તેના ધમાકેદાર

મૂવ્સથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. હવે, 20 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી ચાર્મર માં

સાન્યા મલ્હોત્રાએ આ સિદ્ધિનો દર વધુ ઊંચો કર્યો છે.

ફિલ્મના મોરચે, સાન્યા મલ્હોત્રા તાજેતરમાં વરુણ ધવન, રોહિત સરાફ અને

જાહ્નવી કપૂર સાથે સની સંસ્કાર કી તુલસી કુમારી માં જોવા મળી હતી. તે

આગામી સમયમાં, દિગ્દર્શક અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ બંદર માં જોવા

મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande