ઇંગ્લેન્ડ સામેની હાર બાદ, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, સ્મૃતિની વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતી.
નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ,) રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 લીગ મેચમાં, ભારતને ઇંગ્લેન્ડ સામે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાન
મહિલા ક્રિકેટ


નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ,) રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે

રમાયેલી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 લીગ મેચમાં, ભારતને ઇંગ્લેન્ડ સામે 4 રનથી

હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાના વિકેટને,

મેચનો ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો.

289 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમને

શરૂઆતના બે ઝટકાનો સામનો કરવો પડ્યો, પરંતુ સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે 125 રનની

ભાગીદારીએ ઇનિંગ્સને સ્થિર બનાવી. હરમનપ્રીત 31મી ઓવરમાં 70 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે સ્મૃતિ

42મી ઓવરમાં 88 રન બનાવીને પેવેલિયન પરત ફરી. સ્મૃતિના આઉટ થયા પછી, ટીમ હારનો સામનો

કરી રહી હતી અને અંતિમ ઓવરમાં જીતથી થોડીક દૂર રહી હતી.

હરમનપ્રીતે મેચ પછી કહ્યું, સ્મૃતિની વિકેટ અમારા માટે ટર્નિંગ પોઈન્ટ હતી.

અમારી પાસે બેટ્સમેન હતા,

પરંતુ કોઈક રીતે

મેચ અમારા હાથમાંથી સરકી ગઈ. હાર ન માનવાનો અને સતત વિકેટ લેવાનો શ્રેય

ઈંગ્લેન્ડને મળવો જોઈએ. જ્યારે તમે ખૂબ મહેનત કરી હોય અને છેલ્લી 5-6 ઓવર તમારા

મતે ન જાય, ત્યારે તે ખૂબ જ

પીડાદાયક હોય છે.

આ હાર સાથે, ભારતનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ, મુશ્કેલ બની ગયો છે.

ટીમનો સતત ત્રીજો પરાજય થયો છે.

કેપ્ટને વધુમાં કહ્યું, અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ, હાર માની રહ્યા

નથી, પરંતુ હવે અમારે લાઈન

પાર કરવી પડશે. અમે છેલ્લી ત્રણ મેચમાં સારું પ્રદર્શન કર્યું પણ જીતી શક્યા નહીં.

અમારા બોલરોએ પણ શાનદાર કામ કર્યું, ખાસ કરીને જ્યારે હીદર નાઈટ બેટિંગ કરી રહી હતી. છેલ્લી

પાંચ ઓવરમાં શું ખોટું થયું તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

ભારત હવે 23 ઓક્ટોબરે, નવી મુંબઈમાં ન્યુઝીલેન્ડનો સામનો

કરશે. આ મેચ ટીમ માટે કરો યા મરો જેવી હશે. જો ભારત ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે, તો તેને

બાંગ્લાદેશ સામેની છેલ્લી લીગ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે, અને આશાઓ અન્ય

મેચોના પરિણામો પર રહેશે.

મહિલા વનડે વર્લ્ડ કપ 2025:

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ - ઇંગ્લેન્ડ 4 રનથી જીત્યું

સ્મૃતિ મંધાના: 88 રન

હરમનપ્રીત કૌર: 70 રન

ભારતનો આગામી મેચ: 23 ઓક્ટોબર, ન્યુઝીલેન્ડ સામે

(નવી મુંબઈ)

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande