નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે,”
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા સ્પેક્ટ્રમના ભાવ નક્કી થયા પછી, દેશમાં
સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવામાં આવશે. તે પહેલાં, કંપનીઓએ તેમની
યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવાની જરૂર છે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,” બે
કંપનીઓને સેટેલાઇટ સંચાર સેવાઓ માટે લાઇસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે બીજીને
લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ)
જારી કરવામાં
આવ્યો છે.”
નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી
2025) ખાતે પત્રકારો
સાથે વાત કરતા, કેન્દ્રીય
સંદેશાવ્યવહાર મંત્રીએ કહ્યું કે,” તે કંપનીઓ પર નિર્ભર છે કે તેઓ તેમની
ડિપ્લોયમેન્ટ વ્યૂહરચના કેટલી ઝડપથી અમલમાં મૂકી શકે છે. જો કે, તેમણે ઉમેર્યું
કે, એક મુદ્દો એ છે કે, ટ્રાઈએ હજુ સુધી સ્પેક્ટ્રમના ભાવ નક્કી કર્યા નથી. આ એક
પેન્ડિંગ મુદ્દો છે, અને નિયમનકાર
તેને પૂર્ણ કરશે.”
વોડાફોન આઈડિયાને આપવામાં આવેલી રાહત અંગેના પ્રશ્નના
જવાબમાં, મંત્રીએ
દેવાગ્રસ્ત કંપનીમાં સરકારનો હિસ્સો વધારવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો.
આ પહેલા, ટેલિકોમ મંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025 ના બીજા દિવસની
શરૂઆત, ભારતના ટેલિકોમ વિઝનની રૂપરેખા આપવા માટે હિસ્સેદારો સાથે નેતૃત્વ સંવાદ
સાથે કરી હતી. આઇએમસી -2025 દરમિયાન, તેમણે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને ભારતના યુનિકોર્ન
સંયુક્ત રીતે ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યા છે તે પર પ્રકાશ પાડ્યો. આમાં 1.8 લાખ
સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા, નવીનતા, સમાવેશ અને વૈશ્વિક નેતૃત્વને પ્રોત્સાહન આપતું ટેલિકોમ અને
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો સમાવેશ થાય છે, જ્યારે વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ
ઇકોસિસ્ટમ સાથે નવા ભારતીય સાહસોને પોષવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સેટકોમ સેવાઓના લોન્ચ અંગે ઉત્સાહ
વધી રહ્યો છે. અમેરિકન અબજોપતિ એલન મસ્કની માલિકીની સ્ટારલિંક, ભારતી-સમર્થિત
યુટેલસેટ વનવેબ અને રિલાયન્સ જિયો-એસઇએસ જેવી, મોટી કંપનીઓ ભારતીય હવાઈ ક્ષેત્રમાં
બ્રોડબેન્ડ પ્રસારણની આ મહત્વપૂર્ણ રમત પર આતુરતાથી નજર રાખી રહી છે. સરકારે
યુટેલસેટ વનવેબ અને જિયો-એસઇએસને પરવાનગી આપી છે, જ્યારે સ્ટારલિંકને લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) જારી કરવામાં
આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ