બિહાર: શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
પટણા, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). બિહારના મુઝફ્ફરપુરમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં, એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી ગયા હતા. અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. ડીએસપી પ
શોર્ટ સર્કિટથી લાગેલી આગ બાદ ઘરનો ફોટો


પટણા, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). બિહારના મુઝફ્ફરપુરમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં, એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી ગયા હતા. અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.

ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ, પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. પરિવારના સભ્યો ભાગી શક્યા ન હતા. મૃતકોમાં બે બાળકો, તેમના માતા-પિતા અને અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં આગ ઘરને લપેટમાં લઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા.

ડીએસપી પશ્ચિમે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું જણાય છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે; તપાસ બાદ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande