આરએસએસ વડા મોહન ભાગવતે, રાજસ્થાનમાં ઠાકુર શ્રી રાધા ગોવિંદ દેવજીના દર્શન કર્યા
જયપુર, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા ડૉ. મોહન ભાગવતે, શનિવારે ઉત્પન્ના એકાદશી નિમિત્તે અહીં ઠાકુર શ્રી રાધા ગોવિંદ દેવજી મંદિરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરી હતી. મંદિરના મહંત અંજન કુમાર ગોસ્વામી મહારાજે, ડ
આરએસએસ વડા મોહન ભાગવતે, રાજસ્થાનમાં ઠાકુર શ્રી રાધા ગોવિંદ દેવજીના દર્શન કર્યા


જયપુર, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા ડૉ. મોહન ભાગવતે, શનિવારે ઉત્પન્ના એકાદશી નિમિત્તે અહીં ઠાકુર શ્રી રાધા ગોવિંદ દેવજી મંદિરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરી હતી. મંદિરના મહંત અંજન કુમાર ગોસ્વામી મહારાજે, ડૉ. ભાગવત માટે ચૌખટ પૂજા કરી હતી. ત્યારબાદ, તેમને ઠાકુર શ્રીજીના આશીર્વાદ રૂપે શાલ, દુપટ્ટો, પ્રસાદ, ઠાકુર શ્રીજીની છબી અને શ્રી ગોવિંદ ધામ શિવ મંદિરની લઘુ પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. મહંત અંજન કુમાર ગોસ્વામીએ મંદિરના ઇતિહાસ, પરંપરાઓ અને મહત્વ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી. તેમણે ડૉ. ભાગવતની સનાતન ધર્મ માટે વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમને આશીર્વાદ આપ્યા અને હિન્દુ રાષ્ટ્ર દ્રષ્ટિકોણનો સંદેશ પણ આપ્યો. કાર્યક્રમ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / દિનેશ / સંદીપ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande