પ્રધાનમંત્રી મોદીએ, બિરસા મુંડાની જન્મજયંતિ અને ઝારખંડ સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ઝારખંડ સ્થાપના દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, આ પ્રસંગ આદિવાસી સમુદાયની ભવ્ય પરંપરાઓ, તેમની હિંમત અને દેશ માટે ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ઝારખંડ સ્થાપના દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, આ પ્રસંગ આદિવાસી સમુદાયની ભવ્ય પરંપરાઓ, તેમની હિંમત અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બિરસા મુંડાનો વારસો સમગ્ર રાષ્ટ્રને આત્મસન્માન અને સંઘર્ષ માટે પ્રેરણા આપે છે, જ્યારે ઝારખંડની સાંસ્કૃતિક ઓળખ દેશની વિવિધતાને વધુ મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રી મોદીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બે અલગ અલગ પોસ્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. આ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રી મોદીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, આદિવાસી ગૌરવ દિવસ પર, આખો દેશ માતૃભૂમિના આત્મસન્માનના રક્ષણમાં બિરસા મુંડાના અજોડ યોગદાનને યાદ કરી રહ્યો છે. વિદેશી શાસનના અત્યાચારો સામે તેમનો સંઘર્ષ આવનારી દરેક પેઢીને પ્રેરણા આપતો રહેશે.

બીજી એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ, ઝારખંડના લોકોને ઝારખંડના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ આ રાજ્ય હિંમત, સંઘર્ષ અને આત્મસન્માનની વાર્તાઓથી ભરેલું છે. પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાની ભૂમિ ઝારખંડની પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande