કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી
-વાટિકાના સંવર્ધનની કામગીરીની તલસ્પર્શી માહિતી ગાઈડ જુલીબેન પંડ્યા પાસેથી મેળવી હતી -વામન વૃક્ષ વાટિકા તેમજ બોન્સાઈની વિવિધ પ્રજાતિઓનો વિશેષ પરિચયની શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી -બોન્સાઈ પ્રજાતિઓ તૈયાર કરતી ગોરા ગામની શારદાબેન તડવી સાથે બોન્સાઈ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી

-વાટિકાના સંવર્ધનની કામગીરીની તલસ્પર્શી માહિતી ગાઈડ જુલીબેન પંડ્યા પાસેથી મેળવી હતી

-વામન વૃક્ષ વાટિકા તેમજ બોન્સાઈની વિવિધ પ્રજાતિઓનો વિશેષ પરિચયની શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી

-બોન્સાઈ પ્રજાતિઓ તૈયાર કરતી ગોરા ગામની શારદાબેન તડવી સાથે બોન્સાઈ વૃક્ષ તૈયાર કરવાની તમામ પ્રક્રિયાનો ડેમો જોયો

ભરૂચ 16, (હિ.સ.) ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી હતી. મંત્રીએ વાટિકાના સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીની તલસ્પર્શી માહિતી ગાઈડ જુલીબેન પંડ્યા પાસેથી મેળવી હતી.

મંત્રીને વામન વૃક્ષ વાટિકા તેમજ બોન્સાઈની વિવિધ પ્રજાતિઓનો વિશેષ પરિચય શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી. આ અવસરે જીતુ વાઘાણીએ બોન્સાઈ પ્રજાતિઓ તૈયાર કરતી ગોરા ગામની શારદાબેન તડવી સાથે બોન્સાઈ વૃક્ષ તૈયાર કરવાની તમામ પ્રક્રિયા ડેમોના માધ્યમથી જાણી હતી. વામન વૃક્ષ વાટિકા પરિસરમાં બોન્સાઈ વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને પણ નિહાળી હતી. તેમણે, ત્રિવન વાટિકા, મેરુ વાટિકા, તપોવન વાટિકાની મુલાકાત લીધી હતી.1973 માં રોપાયેલા ગુલર બોન્સાઈ સાથે સ્મૃતિરૂપે તસ્વીર ખેંચાવી હતી.

મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, સ્થાનિક અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande