


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં શ્રી પાંચસો પાટણવાડા રાવત (સેનમા) વિકાસ મંડળ દ્વારા ગોકુલ યુનિવર્સિટી ખાતે 19મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવનિયુક્ત કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન કરતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે તેમની નિષ્ઠા, સેવા અને મહેનતની પ્રસંશા કરી. તેમણે સમાજના સર્વાંગી વિકાસમાં આવા યોગદાનોને મહત્વપૂર્ણ ગણાવ્યા.
વિકાસ મંડળના આ સફળ આયોજનને વિવિધ આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું. પ્રસંગે પ્રકાશ મહારાજ, લાલજીભાઈ રાવત, અશોકભાઈ, નરોત્તમભાઈ, સંજયભાઈ, સોમાભાઈ, વીરાભાઈ, કાલુભાઈ સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ