
સુકમા-રાયપુર, નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.)
છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજ્જી અને ચિંતાગુફાના ગાઢ જંગલો અને ટેકરીઓમાં,
રવિવાર સવારથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં
ત્રણ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે, પરંતુ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, “નક્સલીઓની
હાજરીની માહિતી મળ્યા બાદ ડીઆરજીના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. રવિવારે
સવારે કર્મચારીઓ આ વિસ્તારમાં પહોંચતાની સાથે જ નક્સલીઓએ, ગોળીબાર કર્યો, જેનો સૈનિકો જવાબ
આપી રહ્યા છે.”
વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.....
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ