
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધાણો ઘરડા બસ સ્ટેન્ડ પાસે એક અસ્વસ્થ યુવકને શોધી કઢ્યો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉંમર 24) હોવાનું અને તે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીબરડા ગામનો રહેવાસી હોવાથી જણાવ્યું. તેણે ત્રણથી ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળી જવાની માહિતી આપી.
અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિઓ અંગે મળેલી વિશેષ સૂચનાઓના અનુસંધાનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આઇજી ચિરાગ કોરડીયા તથા એસપી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી અને ચાણસ્મા પી.આઇ. આર.એચ. સોલંકીની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
પોલીસે તરત જ વિક્રમભાઈના પરિવારજનોનો સંપર્ક સાધી તેમને ચાણસ્મા પોલીસ મથકે બોલાવ્યા. ત્યારબાદ પરિવારજનો અને વિક્રમભાઈને ભાવુક મિલન કરાવી સુરક્ષિત હવાલે સોંપવામાં આવ્યા. ચાણસ્મા પોલીસની આ માનવસેવા સરાહનીય ગણાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ