
શ્રીનગર, નવી દિલ્હી,16 નવેમ્બર (હિ.સ,)
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ટીમો અને સુરક્ષા દળોએ, શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની
આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. આકસ્મિક વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા અને 32 અન્ય ઘાયલ થયા.
સુરક્ષા કર્મચારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો પુરાવા એકત્રિત કરવા માટે ઘટનાસ્થળે
હાજર છે.
શુક્રવારે મોડી રાત્રે નૌગામ પોલીસ સ્ટેશનની અંદર થયેલા,
આકસ્મિક વિસ્ફોટમાં નવ પોલીસકર્મીઓ માર્યા ગયા અને 32 અન્ય ઘાયલ થયા છે.જેના કારણે
નજીકની ઇમારતને પણ ભારે નુકસાન થયું. ઘાયલોને શ્રીનગરની શ્રી મહારાજા હરિ સિંહ
હોસ્પિટલ (એસએમએચએસ) માં દાખલ કરવામાં
આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) નલિન પ્રભાતે,
શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” ઘટના અંગે, કોઈપણ અટકળો લગાવવી બિનજરૂરી છે,
કારણ કે પ્રાથમિક તારણો સૂચવે છે કે, ફરજિયાત ફોરેન્સિક પ્રક્રિયાઓ દરમિયાન
અજાણતાં વિસ્ફોટ થયો હતો.”
ડીજીપીએ જણાવ્યું હતું કે,” માર્યા ગયેલા નવ લોકોમાં, રાજ્ય તપાસ
એજન્સી (એસઆઇએ)ના એક અધિકારી, ત્રણ એફએસએલ કર્મચારીઓ, બે ગુના દ્રશ્ય
ફોટોગ્રાફરો, મેજિસ્ટ્રેટની
ટીમને મદદ કરતા બે મહેસૂલ અધિકારીઓ અને કામગીરીમાં સામેલ, એક દરજીનો સમાવેશ થાય
છે.”
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ