જામનગર શહેરમાં જુગાર રમતા ચાર શખસો રૂ.2.97 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં વધી રહેલાં જુગારના દૂષણ વચ્ચે એલસીબીની ટીમે વધુ એક વખત બાતમીના આધારે શહેરના બેડી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરની પાછળથી જુગાર રમી રહેલાં ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રૂ.2.97 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્
જુગાર


જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં વધી રહેલાં જુગારના દૂષણ વચ્ચે એલસીબીની ટીમે વધુ એક વખત બાતમીના આધારે શહેરના બેડી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરની પાછળથી જુગાર રમી રહેલાં ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રૂ.2.97 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના બેડી વિસ્તારમાં જુગાર સંબંધિત દરોડો પાડ્યો હતો. જ્યાં શનિદેવ મંદિરની પાછળ આવેલ ચોકમાં જાહેરમાં ગોળ કૂંડાળું વળી ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલાં સુરૂભા શીવુભા ઝાલા (ઉ.વ.56, રહે.શાંતીનગર શેરી નં-4 ના છેડે જામનગર), અરવિદસિંહ બટુકસિંહ રાયજાદા (ઉ.વ.47, રહે.રાંદલનગર રાંદલ માતાજીના મંદિરની સામેની ગલીમાં જામનગર), બિમલભાઇ મનજીભાઇ ચનીયારા (ઉ.વ.56, રહે.આનંદ કોલોની જુની મેન્ટલ હોસ્પીટલની બાજુમાં રોડ નં.2 જામનગર), જીવરાજભાઇ મોહનભાઇ ગલાણી (ઉ.વ.62, રહે.ખાનકોટડા ગામ તા.કાલાવડ જી.જામનગર) નામના ચાર શખ્સોને આબાદ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે પકડાયેલાં ચારેય શખ્સ પાસેથી રૂા.72,400 ની રોકડ રકમ, રૂા.15,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂા.2,10,000 ની કિંમતના ત્રણ મોટરસાઇકલ સહિત કુલ રૂા.2,97,400 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande