
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) :
જામનગર સિવિલ ડિફેન્સ અને રોટરી ક્લબ તરફથી લોકો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિવિલ ડિફેન્સ તાલીમ શિબિરનું આયોજન આગામી તા.૨૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ સુધી કરવામાં આવનાર છે.
આ તાલીમ શિબિરનો ઉદ્દેશ જાહેર જનતાને આપત્તિ સમયગાળામાં તત્કાળ અને અસરકારક રીતે તાલીમ આપવાની છે. તાલીમ દરમિયાન જે મુદ્દાઓ આવરી લેવામાં આવશે તેમાં આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ પ્રક્રિયાઓ, આગ અને ભંગારથી બચાવ ઉપાયો, પ્રાથમીક સારવાર, રાહત અને પુન:સ્થાપન પ્રક્રિયા, આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં ભાગલેવા ઇચ્છુક લોકોએ તા.૨૧/૧૧/૨૫ સુધીમાં સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. લોકોએ રજીસ્ટ્રેશન માટે લાલ બંગલા સ્થિત સિવિલ ડિફેન્સ કાર્યાલય ખાતે સંપર્ક સાધવાનો રહેશે. આ તાલીમ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
વધુ વિગતો માટે ૦૨૮૮-૨૫૪૦૩૭૧, સિવિલ ડિફેન્સ કાર્યાલય, લાલ બંગલો, જામનગર તથા લલિતભાઈ જોષી મો.૯૮૨૫૮૩૫૩૩૬નો સંપર્ક કરવાનો રહેશે. તેમ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt